Earthquake: કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. 6:40 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પૂર્વ કચ્છ ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. આ ભૂકંપ તિવ્રતા 3.0 ની હોવાની વાત સામે આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય કચ્છમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂકંપના નાના આંચકા આવતા રહે છે.
સુરતમાં પતિએ દ્વારકા સાથે લઈ જવાની ના પાડતા પત્નીએ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ
સુરત: શહેરના નવા વેડ - વરિયાવ બ્રિજ પરથી પરણિતાએ મોતની છલાંગ લગાવી છે. સુરતની મહિલાને પતિની વાતનું માઠુ લાગતા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સુરતમાં અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ - વરિયાવ બ્રિજ પરથી નીચે પડતુ નમુકી મહિલાએ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી છે.
બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. તેમની પત્ની અંજલી મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી હતી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી તાપીમાં પડતું મુકી દીધું હતું.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાપીના ઊંડા પાણીમાં તેની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન અંજલીબેન મળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પતિએ દ્વારકા આવવાની મનાઈ કરી હતી એટલે માઠું લાગ્યું હોવાની વાત સામે આવી છે. આ બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ તુરંત હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા
પતિ અને ભાઈ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા. જેથી અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું પરંતુ, ફક્ત પુરૂષો જતા હોવાથી બળવંતભાઈએ અંજલીબેનને ના પાડી હતી. અને તેમની માતાને બોલાવી તેમની સાથે પિયર જવા માટે કહ્યું હતું. જે વાતનું અંજલીબેનને માઠુ લાગી આવ્યું હતું. અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. અંજલીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.