Anand Accident : વાસદ બગોદરા હાઈવે પર રામોદડી ગામ પાસેના ઓવરબ્રીજ પર અકસ્માત થયો છે. કારનુ ટાયર ફાટતા કાર ડીવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ ગઈ હતી. લાલ કલરની ઈકો સ્પોર્ટ કાર મહારાષ્ટ્ર પાર્સીંગની છે. ગાડીમા કુલ ચાર લોકો સવાર હતા. ગંભીર ઈજાઓ થતા તેઓને તારાપુરના સરકારી હોસ્પીટલમા ખસેડાયા છે. 


એક મહિલા નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને કરમસદ મેડિકલ ખાતે ખસેડાયા છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં પુનાથી દ્વારકા જતા મુસાફરો ગાડીમાં સવાર હતા. 




Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


અમદાવાદઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોતાના જ પતિ અને સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સનસનીખેજ આરોપો લગાવ્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ તેની જ હાજરીમાં અન્ય છોકરીઓને ઘરે લાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધે છે. એટલું જ નહીં, પતિ તેની સાથે મારઝૂડ કરે છે. આ અંગે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પરણીતાએ ફરિયાદ કરી છે. 


પરણીતાની ફરિયાદ છે કે, પતિને 15 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં તે હજુ બીજા 5 લાખ રૂપિયા આપવા દબાણ કરે છે અને આ બાબતે દબાણ કરી નાની નાની વાતમાં તેને સાસરીવાળા શારીરિક માનસિક ત્રાસ આપે છે. પરણીતાની ફરિયાદ પ્રમાણે, લગ્ન પછી તે ગર્ભવતી થતાં સાસરીવાળાએ તેને છોકરો આવે તો જ રાખીશું. નહીં તો ઘરમાંથી કાઢી મુકીશું, તેવી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. 


પરણીતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, પરણીતા પતિ સાથે અલગ રહેતી હતી. આ દરમિયાન પતિને ખબર પડી હતી કે, પત્ની પાસે અગાઉના પતિથી છૂટાછેડામાં 10 લાખ રૂપિયા અને અન્ય બચતના રૂપિયા છે. આ જાણ થતાં તેણે પત્નીને પતિએ મકાન લેવા માટે દેવું થયું હોવાનું કહ્યું હતું. તેમજ તેને ફોસલાવીને કટકે કટે 15 લાખ રૂપિયા લઈ લીધા હતા. તેમજ આ પછી તે રૂપિયા પરત કર્યા નહોતા. જે તે સમયે પતિએ મકાન પત્નીના નામે કરી દેવાની લાલચ આપી હતી. પરંતુ તે પણ નામે કરી આપ્યું નહોતું.