Anant Ambani Padyatra: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આ દિવસોમાં જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધી 130 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. અનંત દરરોજ 6 થી 7 કલાક પગપાળા પ્રવાસ કરી દરરોજ અંદાજે 20 કિલોમીટરનું અંતર કાપે છે. અનંત અંબાણીનો જન્મદિવસ 10મી એપ્રિલે છે. એવી અપેક્ષા છે કે તેઓ 8મી એપ્રિલ પહેલા મંદિર પહોંચી જશે. આ કોઈ ઔપચારિક પદયાત્રા નથી, પરંતુ પૂરી રીતે ભક્તિનું કાર્ય છે - ભગવાન કૃષ્ણને શરીર, મન અને આત્માનું અર્પણ.
મૌન, એકાંત અને ભગવાનની શોધ છે અનંત અંબાણીની પદયાત્રા
અનંત અંબાણીનું દરેક પગલું દ્વારકાધીશની કૃપા અને સનાતન ધર્મના આદર્શોને સમર્પિત છે. તેમની પદયાત્રા મૌન, એકાંત અને ભગવાનની શોધને લઈને છે. આ યાત્રાને વધુ અસાધારણ બનાવે છે તે એ છે કે અનંત કુશિંગ સિન્ડ્રોમ (એક દુર્લભ હોર્મોનલ ડિસઓર્ડર) અને તેના પરિણામે થતી સ્થૂળતા સામે લડતા આ યાત્રા કરી રહ્યા છે. આ સાથે જ અસ્થમા અને ફાઈબ્રોસિસ જેવી જૂની બીમારીઓ સાથે પણ સંઘર્ષ કરી રહ્યા છે, જે તેમને બાળપણથી જ પડકાર આપી રહી છે. આ પદયાત્રાના પડકારો સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિને પણ ડરાવી શકે છે. તેમ છતાં અનંત માટે આ તીર્થયાત્રા તાકાત સાબિત કરવા વિશે નથી. તે ભયથી ઉપર આસ્થા, અસુવિધાથી ઉપર ભક્તિ અને સહજતાથી ઉપર અનુશાસન રાખવા વિશે છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પદયાત્રા સામેલ થયા
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત રિફાઇનરી અને નવા ઊર્જા વ્યવસાયો સહિત RILના મૈન્યુફેક્ચરિંગ વિભાગના પ્રમુખ છે. તેમની પદાયાત્રામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયા હતા. તેમની ભક્તિ અને સમર્પણથી પ્રભાવિત થઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે અનંત તેમની પદયાત્રા દરમિયાન માત્ર નારિયેળ પાણી પર નિર્ભર છે. તેમણે અનંત અંબાણીને પ્રેરણાસ્ત્રોત ગણાવતા આજના યુવાનોને સનાતન ધર્મ માટે પોતાને સમર્પિત કરવાની સલાહ આપી.
એકાંત શોધ તરીકે શરૂ થયેલી આ યાત્રા હવે એક મોટા સમૂહમાં બદલાઈ ગઈ છે. હવે આ યાત્રામાં અનંતની સાથે તેમના મિત્રો, સહકર્મી, પંડિત અને સામાન્ય લોકો પણ સામેલ થઈ રહ્યા છે. અનંત અંબાણીએ કહ્યું, "હું તમારો આભાર માનવા માટે પીડામાંથી પસાર થઈશ. હું મારો વિશ્વાસ બતાવવા માટે અસુવિધાને સહન કરીશ. હું નમીશ - એટલે નહીં કે હું નબળો છું, પરંતુ એટલા માટે કે મે ગર્વની જગ્યાએ સમપર્ણને પસંદ કર્યું છે." આ પવિત્ર અને ઊંડા અંગત રસ્તાઓ દ્વારા અનંત અંબાણી એક પેઢી સાથે વાત કરે છે: “તમારી ભક્તિને તમારા માર્ગદર્શક બનવા દો. તેનાથી તમને વિનમ્ર બનાવવા દો. તમને બનાવવા દો અને જ્યારે જીવનનો ભાર ભારે લાગે, ત્યારે તમારા વિશ્વાસને પોતાની આગળ લઈ જવા દો.”