Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur Navagadh Municipality: તમને જણાવી દઈએ કે, જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 32 બેઠકો જીતી નગરપાલિકા કબ્જે કરી હતી.

Jetpur Navagadh Municipality: રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. હવે જેતપુર નવાગઢ નગર પાલિકા ઉપર વિજય થતા પ્રમુખપદ માટે મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા અને ઉપપ્રમુખ માટે સ્વાતિબેન સંજયભાઈ જોટાંગિયા અને કારોબારી ચેરમેન તરીકે વિજય મનસુખ ભાઈ ગુજરાતીના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, જેતપુર ભાજપ સદસ્યો દ્વારા પહેલેથી એક જ નામ પ્રમુખ પદ માટે આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે, જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 32 બેઠકો જીતી નગરપાલિકા કબ્જે કરી હતી. આજે નગરપાલિકામાં ડેપ્યુટી કલેકટરની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. જે બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા.
જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડે મેયર તરીકે આકાશ કટારાના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરના નામની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સાશક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48 બેઠક સાથે ભાજપનો જવલંત વિજય થયો હતો.
નવી જવાબદારી અંગે શું બોલ્યા પલ્લવીબેન
સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેનની વરણી કરવામાં આવી છે. આ અંગે પલ્લવીબેને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જૂનાગઢના વિકાસને વધુ વેગ આપવામાં આવશે. પક્ષ દ્વારા મને મોટી જવાબદારી આપવામાં આવી છે. ટ્રિપલ એન્જીન સરકાર અનેક વિકાસના કામ કરશે.
જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખના નામની વિધિવત રીતે જાહેરાત
રાકેશ ત્રાબડીયા બન્યા વંથલી ન. પા. ના પ્રમુખ
જીતેન્દ્ર પનારા બન્યા માણાવદર ન. પા. ના પ્રમુખ
સુનિલ જેઠવાણી બન્યા બાટવા ન. પા. ના પ્રમુખ
બેનાબેન ચુડાસમા બન્યા ચોરવાડ ન. પા. ના પ્રમુખ
ક્રિષ્ના થાપ્પનિયા બન્યા માંગરોળ ન. પા. ના પ્રમુખ
દયા બેન સોલંકી બન્યા વિસાવદર ન. પા. ના પ્રમુખ
નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીનો રહ્યો હતો દબદબો
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો હતો. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો હતો. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી.
આ પણ વાંચો...




















