શોધખોળ કરો

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

​જૂનાગઢ જિલ્લાના ગડુ ખાતે આયોજીત ખેડૂત સન્માન સભામાં ફરી એકવાર AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,. જાણીએ શું છે સમગ્ર મામલો....

જૂનાગઢ જિલ્લાના ગડુ ખાતે  16 ડિસેમ્બરે ખેડૂતની સન્માન સભા યોજાઇ હતી. અહીં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે ફરી એકવાર  જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખેડૂત સન્માન સભાને  સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે એક શખ્સે તેના પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ શખ્સને ત્યાં હાજર કાર્યકર્તા અને  પોલીસ સ્ટાફે તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. આ શખ્સની ધરપકડ કરીને પોલીસ  વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ કોણ છે અને કયાં કારણે આવી હરકત કરી હતી. આ દિશામાં પોલીસ પૂછપરછ દ્વારા તપાસ કરી રહી છે.  આમ આદમીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને કટાક્ષ કરતા કહયું હતું કે,  આ ઘટના લોકશાહી પર હુમલો છે. અત્યાર સુધી બધું જ બરાબર હતું ફોન આવ્યો હશે, 

ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની આ બીજી ઘટના

ઉલ્લેખનિય  છે કે, આમ આદમીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની આ બીજી ઘટના છે. આ પહેલા  5 ડિસેમ્બર, 2025ના રોજ જામનગરમાં  આમ આદમી પાર્ટીની જન સભામાં આવી જ ઘટના બની હતી. જ્યારે ગોપાલ ઈટાલિયા સભાને સંબોધિત કરી રહ્યાં હતાં, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ  ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો હતો.  જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરો તેમના પર તૂટી પડ્યાં હતા અને તેમને  જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના રાજકારણના જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને સમગ્ર મામલે રાજકારણ ખૂબ ગરમાયું હતું. 

2017માં આ જ કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું

ઉલ્લેખનિય છે કે, જેમના પર બે વખત જુતુ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમણે એટલે કે, ગોપાલ ઇટાલિયાએ  2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતાનો ઘા કર્યો હતો. જ્યારે તેઓ મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ હરકત કરી હતી અને ભ્રષ્ટાચાર હાય હાયના નારા લગાવ્યાં હતા.             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
Hun To Bolish LIVE | વિદેશમાં સંતાનોના જલસા, દેશમાં મા-બાપનો સંતાપ
Hun To Bolish LIVE | હાઈવે અધૂરો, તો ટોલટેક્સ પૂરો કેમ?
Gandhinagar Accident News: ગાંધીનગરમાં સિટી પલ્સ રોડ પર બેફામ કાર ચાલકે અન્ય કારને મારી ટક્કર, CCTVમાં કેદ થયા દ્રશ્યો
Vadodara Accident News: વડોદરામાં બાઈક ચાલકનો ભોગ લેનાર થાર ચાલક મહિલા ઋષિકા સદનાની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડમાં મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી કરતા કિન્નરને પોલીસે ઝડપ્યો
સોનું વધ્યું, ચાંદી ઘટી! જાણો આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં કેટલો મોટો ફેરફાર થયો?
સોનું વધ્યું, ચાંદી ઘટી! જાણો આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં કેટલો મોટો ફેરફાર થયો?
IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....
IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....
રાજુ કરપડાએ AAP છોડ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી: સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું
રાજુ કરપડાએ AAP છોડ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી: સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની સંપૂર્ણ કુંડળી, ક્યારે શરૂ થશે મેચ અને કેવો છે પિચ રિપોર્ટ?
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની સંપૂર્ણ કુંડળી, ક્યારે શરૂ થશે મેચ અને કેવો છે પિચ રિપોર્ટ?
Embed widget