Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં આવતી કાલે વધુ એક સિસ્ટમ બનશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે.  હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે. તો ગુજરાતમાં આગામી 7થી 8 દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેશે. આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકાદ બે જિલ્લાને છોડીને બાકીને જિલ્લમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. બાકીના જિલ્લામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસતો રહેશે.

ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર વધશે,. દેવભૂમિ દ્રારકા, જામનગર, મોરબી ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.  વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર,, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં ભારેથી મધ્યમ વરસાદ વરસાવાની શકયતા છે.

રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ

હવામાન વિભાગે આજે  રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.                                              

આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને પાટણ જિલ્લામાં પણ આજે સારો વરસાદ વરસશે,. ભારે વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  દ્વારકા અને પોરબંદરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, આ બંને જિલ્લામાં પણ  વરસાદનું આજે યલો એલર્ટ અપાયું  છે. ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને અમદાવાદ, ગાંધીનગર,આણંદ અને ખેડા,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,વલસાડ, સુરત,નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ઉપરાંક દમણ, દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં પણ  આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.