રાજકોટઃ સૌરાષ્ટ્રના વાલીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રની 350માંથી 300 ખાનગી શાળાઓની ફી વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. FRCએ 2થી 7 % ફી વધારવાની મંજૂરી આપી દીધી છે. જો કે ખાનગી શાળાઓએ 40 ટકા સુધી ફી વધારવા માટે દરખાસ્ત કરી હતી.


મોટાભાગે સ્કૂલસંચાલકોએ સ્કૂલમાં રિનોવેશન, ફર્નિચર કામ, શિક્ષકોના પગાર વધારો, સાધનો ખરીદી સહિતના ખર્ચ રજૂ કરીને 40% સુધીનો ફી વધારો માંગ્યો હતો.  પરંતુ ફી નિયમન સમિતિએ હાલ વધુમાં વધુ 7 ટકા સુધીનો ફી વધારો અપાયો છે. સાથે જ ફી મંજૂર થયેલ શાળાએ પોતાની વિગતો વેબસાઈટ પર મુકવી અને નોટિસ બોર્ડ પર મુકવા આદેશ કરવામાં આવ્યો છે.


Shani Jayanti 2022:શનિ જયંતી પર અચૂક કરો આ ઉપાય


Shani Jayanti 2022: પંચાંગ અનુસાર શનિ જયંતિ 30 મેના રોજ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગની રચના થઈ રહી છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.


હિંદુ શાસ્ત્રો અનુસાર, માતા છાયા અને સૂર્ય દેવના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે થયો હતો. એટલા માટે દર વર્ષે આ તારીખે શનિદેવની જન્મજયંતિ એટલે કે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે 2022માં શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ મનાવવામાં આવશે. યોગાનુયોગ, આ વખતે શનિ જયંતિ પર સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રતનો તહેવાર પણ છે. શનિદોષમાંથી મુક્તિ મેળવવા અને સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રત પૂજાનો લાભ મેળવવા માટે પીપળ અને વડના વૃક્ષની પૂજા ખૂબ જ શુભ અને અત્યંત લાભકારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે શનિ જયંતિનું મહત્વ વધુ થઈ ગયું છે.


શનિ જંયતી શુભ તિથિ


પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ અમાવાસ્યાની તિથિ 29 મે, 2022, રવિવારના રોજ બપોરે 02:54 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે સોમવાર, 30 મે, સાંજે 04:59 વાગ્યે સમાપ્ત થશે. 30મી મેના રોજ ઉદયતિથિના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે.