Aravalli Shamlaji Temple: હિન્દુ સનાતન ધર્મમાં પંચાંગનું ખૂબ જ મહત્વ છે. પંચાંગ પ્રમાણે આજનો દિવસ શુભ દિવસ છે, કેમ કે આજે 24 ફેબ્રુઆરી, 2024 એ મહા પૂનમ છે, હિન્દીમાં આને માઘ પૂર્ણિમા પણ કહે છે. હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. આ અંતર્ગત આજે ગુજરાતના મંદિરો ભક્તોથી ઉભરાયા છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાનું સુપ્રિસદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનુંના  ઘોડાપુર આવ્યુ છે. 


મહા પૂનમ નિમિત્તે આજે સવારથી જ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજે મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર પણ કરાયો છે, સાથે સાથે ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પણ પહેરાવવામાં આવ્યા છે.




આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે મહા પૂનમનો મેળો ભરાયો છે. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, સવારથી જ ભગવાનના દર્શન માટે પરિસરમાં લાંબી લાંબી લાઇનો લાગી છે. હિન્દુ ધર્મમાં મહા મહા પૂનમનું અનેરું મહત્વ છે. આ મહાપૂનમ નિમિતે કેટલાય ભક્તો પગપાળા ચાલીને ભગવાનના દ્વારે પહોચ્યા છે.




ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજે ભગવાન શામળિયાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો, ખાસ કરીને ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા, અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


હવે ગુજરાતના આ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળને તાલુકો બનાવાશે, રજૂઆત બાદ કવાયત શરૂ


ગુજરાતમાં વિભાજની કામગીરી શરૂ થઇ રહી છે, આ અંતર્ગત છેલ્લા કેટલાય વર્ષોથી જે જે સ્થળોને તાલુકા જાહેર કરવાની માંગ કરવામા આવી રહી હતી, તેને લઇને હવે વહીવટી તંત્ર એક્શન મૉડમાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લી જિલ્લામાં આવેલું ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળ શામળાજીને તાલુકો બનાવવાની માંગ થઇ રહી હતી, વર્ષ 2003થી લોકો શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે માંગ કરી હતી, જોકે હવે આ માંગને બહુ જલદી સંતોષવામાં આવી શકે છે. હાલમાં અરવલ્લીનું યાત્રાધામ શામળાજી અત્યારે જિલ્લાના ભિલોડા તાલુકામાં સામેલ છે, જોકે, હવે વહીવટી તંત્ર દ્વારા શામળાજીને ભિલોડામાંથી વિભાજન કરીને અલગ કરવા કવાયત હાથ ધરી છે. 4 જિલ્લા પંચાયતના ૭૦ થી વધુ ગામ શામળાજીમાં સમાવવા અભિપ્રાય મંગાયો છે, અને આ અંગે ટીડીઓએ ડે.ડીડીઓને લેખિતમાં આપી માહિતી છે.