અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌઘરીએ પાટીદાર સમાજ અને તેમની શૈક્ષણિક સંસ્થાના વહિવટ પર કેટલાક વેધક સવાલ કરતા પાટીદાર સમાજ સામે નિશાન સાધ્યું હતું. મહેસાણામાં આયોજીત અર્બુદા સમાજના એક જાહેર સમારોહમાં તેમણે પાટીદાર સમાજ પર આકરા પ્રહાર કર્યાં હતા.


વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે શું કહયું?


મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ અર્બુદા સંગઠનના કાર્યક્રમમાં એક જાહેર મંચ પરથી પાટીદાર સમાજ માટે અને તેમની સંસ્થા અને કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યાં છે. વિપુલ ચૌધરીએ કહયું કે, “                     


પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ છે, સેવા ઓછી થાય છે. પાટીદારોની સંસ્થાઓમાં રૂપિયાનો પ્રભાવ જોવા મળે છે,પાટીદારોની સંસ્થામાં સંસ્કારોનો પણ અભાવ છે. પાટીદાર સમાજ બહુ મોટો સમાજ છે પરંતુ પાટીદારોના નીચલા વર્ગને આજે પણ કન્યા મળતી નથી.  પાટીદારની સંસ્થામાં સેવા અને સંસ્કારનો પ્રભાવ ઓછો છે.જુની પેઢી સેવાના ભાવે કામ કરતી હતી પરંતુ ન તો પહેલા જેવા આગેવાનો રહ્યા છે, ન તો કાર્યકરો કે ન તો હવે એવો સેવા ભાવ જોવા મળે છે.”                                                                                                                                                  


પાટીદાર નેતાએ વિપુલ ચૌઘરીના નિવેદનને વખોડ્યું


તો બીજી તરફ પાટીદારના નેતાઓએ વિપુલ ચૌઘરીના પ્રહારોનો જવાબ આપતા તેમના દરેક નિવેદનને વખોડ્યું છે. વરૂણ પટેલે જણાવ્યું કે, વિપુલ ચૌધરી પાટીદાર સંસ્થા વિશે કંશુ જ જાણતા નથી. તો ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરતા જણાવ્યું કે,  હું આ વિવાદમાં પડવા નથી માંગતો. પૂર્વિન પટેલે કહ્યું કે, પબ્લિસિટી મેળવવા નિવેદન અપે છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે,  દરેક સંસ્થાઓ કામ કરી રહી છે.