શોધખોળ કરો

'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર

Arjun Thakor Statement: બનાસકાંઠાના એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સમાજના બંધારણ મામલે ખુલીને નિવેદન આપ્યુ હતુ

Arjun Thakor Statement: બનાસકાંઠાના ડીસાના જાબડીયમાં ડીજે વગાડવાને લઇને થયેલો વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. જાણીતા કલાકર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરને લગ્ન પ્રસંગે ડીજે પર વરઘોડો કાઢવાને લઇને એક વર્ષ માટે સમાજ બહાર મુકાયા હતા. હવે આ મામલે સુપરસ્ટાર એક્ટર વિક્રમ ઠાકોરે બંધારણ સવાલો ઉઠાવ્યા તો અર્જૂન ઠાકોરે વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવાને લઇ મોટુ નિવેદન આપ્યુ. અર્જૂને સપોર્ટ કરતાં કહ્યું કે, જો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો તેમના માટે માથુ પણ આપવા હું તૈયાર છું.

બનાસકાંઠાના એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સમાજના બંધારણ મામલે ખુલીને નિવેદન આપ્યુ હતુ. વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લેતા ડીજે સંચાલકો અને કલાકારોના બેરોજગારીના મુદ્દાને ઉઠાવ્યો હતો. હવે ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન બદલ સમાજ બહાર મુકાયેલા કલાકાર અર્જૂન ઠાકોરે હૂંકાર કરતાં ખુલીને મેદાનમાં આવ્યા છે. તેમને વિક્રમ ઠાકોરના રાજકારણમાં આવવા પર નિવેદન આપ્યુ છે. અર્જૂને જો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો તેમને ખુલ્લો સપોર્ટ કરવાનો છું, વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો પણ આપવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરને એક પારીવારિક પ્રસંગમાં ડીજે વગાડવાને લઇ સમાજના આગેવાનોએ મીટિંગ બોલાવી એક વર્ષ માટે સમાજ બહાર મુકી દેવામાં આવ્યા હતા. આ મામલે વિક્રમ ઠાકોરે સમાજના બંધારણ પર સવાલો ઉઠાવ્યા હતા.

'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ મોરચો માંડ્યો છે. વિક્રમ ઠાકોરે ડીજે પરના પ્રતિબંધને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, બનાસકાંઠાના એક કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, સમાજનું બંધારણ બનાવનારાઓને ડીજે શું છે તે જ ખબર નથી પડતી, ડીજે વગાડશો તો બંધા ભેગા થશે, નાચશે અને દારુ પીશે તેવો આગેવાનનો દાવો ખોટો છે, તમે ઢોલ વગાડશો તો પણ ભેગા થશે દારુ પીશે અને ઝઘડો કરશે. વિક્રમ ઠાકોરે ડીજે બંધ કરવાથી સુધારો આવવાની વાતને ઠેરવી ખોટી છે. જાહેરમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, ડીજે બંધ કરાવતા ડીજેના કલાકારો ઘરે બેસી ગયા અને બેરોજગાર થયા છે, આ બધાને રોજગાર આપો. મેં આ અંગે સાંસદ ગેનીબેનને પણ વિનંતી કરી હતી. બંધારણની રચના કરનારા બધા મોટા માણસો છે એટલે ડીજેની ખબર નથી પડતી. 

ક્ષત્રિય ઠાકોર સમાજે ગત 4થી જાન્યુઆરીના દિવસે ઓગડનાથ ધામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ જાહેર કર્યુ હતુ. જેમાં મોટા મોટા રાજકારણી અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી, હવે આ 16 મુદ્દાના બંધારણનું ઉલ્લંઘન બનાસકાંઠાથી થયુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Embed widget