Cheque bounce: દાહોદ સ્ટેશન રોડના રહીશ સચીન પ્રવિણભાઈ શ્રીમારનાઓએ તેમના ઓળખીતા ગીરીશ મોહનભાઈ પ્રજાપતી ઓળખતા હોય અને સારા સંબધોના કારણે હાથ ઉછીના પેટે ત્રણ લાખ સીત્તેર હજાર રૂપિયા આપ્યા હતા. તેના ચુકવણા પેટે ગીરીશભાઈ સચીનભાઈને બે લાખ રૂપિયાનો એક ચેક લખી આપ્યો હતો. પરંતુ સચીનભાઈએ ચેક બેન્કમાં નાખતા ચેક બાઉન્સ થઈ પરત આવેલ જે બાબતે સચીનભાઈએ આરોપી ગીરીશભાઈ સામે દાહોદ કોર્ટમાં ચેક બાઉન્સ અંગેની ફરીયાદ દાખલ કરી હતી.


આ ફરીયાદ દાહોદના ત્રીજા એડી. જયુડી. મેજી. ફ. ક. સાહેબ દિપાલી દિનેશચન્દ્ર શાહની કોર્ટમાં ચાલતા કોર્ટે સચીનભાઈના વકીલ અલતાફમનસુરી તથા જાવેદ મનસુરીની દલીલો ગ્રાહય રાખી આરોપી ગીરીશ મોહનભાઈ પ્રજાપતીને બે વર્ષની કેદની સજા તથા ચેકની બમણી રકમ 4 લાખ રૂપિયાનો દંડ ફરીયાદી સચીન પ્રવીણભાઈ શ્રીમારનાને ચુકવવા હુકમ કરેલ છે. હુકમ સમયે આરોપી ગીરીશભાઈ મોહનભાઈ પ્રજાપતી હાજર ન હોઈ કોર્ટે સજા જાહેર કરી સજા અંગેનુ વોરન્ટ આરોપી વિરૂધ્ધ કાઢેલ છે.