શોધખોળ કરો

Gujarat News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાતના દરિયાકાંઠેથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

પોરબંદર:  ગુજરાતના દરિયાકાંઠેથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો ડ્રગ્સ માફિયાઓનો મનસુબો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને ટીમે નિષ્ફળ બનાવ્યો.

200 કિલો ડ્રગ્સના જથ્થા સાથે બે ઈરાની પેડલરની પણ ધરપકડ

ઈરાનથી બે શખ્સો ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા હતા. હાલમાં 200 કિલો ડ્રગ્સના જથ્થા સાથે બે ઈરાની પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે. આ ડ્રગ્સની ડિલિવરી ક્યાં કરવાની હતી તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વર્ષ 2024 દરમિયાન કુલ 588 કેસ કરીને 1 હજાર 479 કરોડનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ 2025માં 980 કેસ કરીને 2 હજાર 240 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 

રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે.વર્ષ 2025 દરમિયાન જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાનું સિન્થેટીક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 

પોરબંદરથી ઝડપાયેલા ડ્રગ્સને લઈ  ATS દ્વારા અપાઈ જાણકારી 

પોરબંદર દરીયા કિનારે ATS દ્વારા ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે.  ઇરાનમાં હાજી ફાયદા નામનો વ્યક્તિ ડ્રગ્સ લાવ્યો હતો.  15 અને 16 સુધીમાં પંજાબમાં ડિલિવરી કરવાનો હતો.  ATS એ બાતમીના આધારે રેડ કરી હતી.  કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન સ્પીડ બોટ મળી આવી હતી.  આ
બોટમાંથી 2 વ્યક્તિ મળી આવ્યા છે આ બંને ઇરાનના રહેવાસી હતા. 

બોટની તપાસ દરમિયાન 203 પેકેટ મળી આવ્યા હતા.  203 કેમિકલ પેકેટ મળી આવ્યા છે.  આરોપી પાસેથી મોબાઈલ મળ્યા છે.  મોબાઈલ ડેટા તપાસ કરવામાં આવી રહ્યા છે. પંજાબના શંકાસ્પદ લોકોની તપાસ ચાલુ છે.  ATS દ્વારા 10 કલાક ઓપરેશન ચાલ્યું હતું. ઈરાનથી સીધા પોરબંદર આવ્યા હતા. બોટમાં શંકાસ્પદ કેમિકલ સાથે અન્ય કોઈ વસ્તુ મળી આવી નથી. 

ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સનો કાળો કારોબાર કરવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડને ઓપરેશનમાં સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધારેનું ડ્રગ્સ ઝડપી લીધું છે.

વર્ષ 2024 દરમિયાન કુલ 588 કેસ કરીને 1 હજાર 479 કરોડનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ 2025માં 980 કેસ કરીને 2 હજાર 240 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
Embed widget