નવી દિલ્હીઃ કચ્છના દરિયાકાંઠે કરોડોનું ડ્રગ્સ ઠલવનાર માંડવીનો શાહિદ સુમરાની આજે એટીએસે (ATS) દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પરથી ધરપકડ કરી હતી. એસટીએફ પંજાબ (STF Punjab), એનઆઈએ (NIA) અને ગુજરાત એટીએસે મળીને આ કાર્યવાહી કરી હતી. શાહિદ સુમરા કચ્છના માંડવીનો વતની છે, વર્ષો આગાઉ તેના પિતા માંડવીમાં કાઉન્સીલર હતા. તે 2500 કરોડથી વધુની કિંમતના 500 કિલો હેરોઇનના ગુનામાં વોન્ટેડ હતો.
પાકિસ્તાનથી જળમાર્ગ દ્વારા કચ્છના કાંઠે કરોડોનો રૂપિયાના ડ્રગ્સ ઉતારી છેક ઉતર ભારતમાં સપ્લાય કરનાર દેશનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા શાહિદ સુમરાને ગુજરાત એટીએસે ઝડપી લીધી હતો. તેને એક બે દિવસમાં ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી શક્યતા છે.
શાહિદ એટીએસ નારર્કોટીસમા વોન્ટેડ હતો. જોકે ઉપરી અધિકારીની માહિતી આધારે દિલ્હિથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આઈએસઆઈ સાથે સંકળાઈને તે દેશમાં હેરોઈન સપિલાઈ કરતો હોવાની આશંકા છે. તે આતંકવાદિ સંગઠનો સાથે પણ આ સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ૪ કેસમાં તેની ધરપકડ કરાઈ છે.
મોદી સરકારે મેડિકલ-ડેન્ટલમાં ઓબીસી રિઝર્વેશનને લઈ લીધો મોટો નિર્ણય
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મેડિકલ અને ડેન્ટલમાં ઓબીસી અને ઇબીસી રિઝર્વેશન મુદ્દે મોટો નિર્ણય લીધો છે. યુજી અને પીજી મેડિકલ-ડેન્ટલ કોર્સિસમાં આ જ વર્ષથી એટલે કે 2021-22માં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઇબીસી રિઝર્વેશન આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણયથી 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સરકારે બંને બેકવર્ડ કેટેગરી અને EWSના વિદ્યાર્થીઓને રિઝર્વેશનનો લાભ આપશે, તેમ મિનિસ્ટ્રિ ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર દ્વારા જણાવાયું છે.