Gujarat Assembly Election 2022: બનાસકાંઠાના થરાદમાં ખાનગી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પાંચ કાર્યકરોએ ચૂંટણી પ્રચારના મનદુઃખ રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તમે કેમ ભાજપનો પ્રચાર કરો છો તેવું કહીં મોડી રાત્રે હુમલો કર્યાનો આક્ષેપ છે. હુમલામાં તબીબની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. થરાદના ખાનગી તબીબ ડો. કરશન પટેલે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. થરાદ પોલીસે બે શખ્સોના નામ જોગ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બુટલેગરો બુથ કેપ્ચરિંગ કરે તેવી આશંકા


સોમવારે અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ પહેલા અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના લેટરની ખળભળાટ મચી ગયો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું, અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં અસામાજીક તત્વો, બુટલેગરોને ખુલ્લો દોર અપાયો છે. એટલુ જ નહી, ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ ભાજપને મદદ કરવા મતદારોને ધમકી આપી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.


દરિયાપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે ખુદ ક્રાઈમબ્રાંચના એસપી ભરત પટેલ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ મતદારોને કૉંગ્રેસને મત ન આપવા ડરાવી-ધમકાવી રહ્યા છે. આ તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ચંદ્રેશ વ્યાસ, કિશોર મારવાડી, લાલા ધોબી, સંજય ઉર્ફે ચીકુ, જીમી પટેલ, નરેશ પટેલ, વાકી બાબુલાલ જૈન, બંદિશ ખત્રી, મુકેશ ચૌહાણ અને નરેશ ઝુલાવાળો આ બધાય બુટલેગરો અને અસામાજીક તત્વો મતદારોને ડરાવી ધમકાવી રહ્યા છે.


ગ્યાસુદ્દીને લેટરમાં એમ પણ લખ્યું છે કે ,ઈંગ્લીશ દારૂનો વેપાર કરતા તથા જુગારના અડ્ડા ચલાવતાં ગોવિંદ પટેલ મામો- મનપસંદ જીમખાનામાં રાત્રે જુગાર ચલાવી રહ્યા છે તથા વીકી બાબુલાલ જૈન વાડીગામ ખાતે ખુલ્લેઆમ સટ્ટાનો અડ્ડો ચલાવે છે. કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળેલી મહિલાઓને પણ ધાકધમકી આપવાની ફરિયાદો મને મળી હતી. અનેક ફરિયાદો કરવા છતા આજદિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.





ભાજપના ઉમેદવારની જાહેરાત તઈ ત્યારથી જ ઘનશ્યામ ઢોલીયો મતદાતાઓને ફોન પર ડરાવી ધમકાવી રહ્યો છે. તેની ધાક ધમકીથી બોગસ મતદાન કરાવવાની યોજના બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની મીટિંગ કરી રહ્યાની માહિતી મળેલ છે.