બનાસકાંઠા: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી ખાતે માતાના દર્શન કરવા જશે. 28 તારીખને રવિવારના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી માના દર્શન કરવા જશે. 11:30 કલાકે  દાંતા હેલિપેડ પર હેલિકોપ્ટર દ્વારા આવશે. 12:15 ના મા અંબાના મંદિરમાં દર્શન કરવા જશે. બપોરે અંબાજી ઇસ્કોન વેલીમાં વિશ્રામ કરશે અને ત્યાર બાદ બપોરે 3 કલાકે અમદાવાદ માટે રવાના થશે. ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. 


સુરતમાં બાબાનો હુંકાર


સુરતમાં બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.



ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.









સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્યા દરબાર યોજાવાનો છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાશે. તે પહેલા સુરતમા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી,હુ બજરંગબલી પાર્ટીથી છું. તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.


આજે સુરતમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર


આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ  આયોજન કરવામા આવી રહ્યું છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ લોકો દરબારમાં હાજર રહેવા પહોંચી રહ્યા છે. ગુજરાતના જ લોકો નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં હાજરી આવવા આવી રહ્યા છે. દિવ્ય દરબાર સાંજે 5થી 10 વાગ્યા સુધી યોજાશે. જો કે દિવ્ય દરબારના પ્રારંભ પહેલા વિશાળ રોડ- શો યોજાશે. બાબાને ગુજરાત પ્રવાસ માટે Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે બાબા જ્યાં દરબાર ભરવાના છે તે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. બાબાના દરબારની સુરક્ષા માટે એક JCP, બે DCP, ચાર ACP કક્ષાના અધિકારી તૈનાત રહેશે. તો 400થી વધુ પોલીસ કર્મચારી, 700 હોમગાર્ડના જવાન પણ ખડેપગે રહેશે.