Gujarat Local Body Election 2025: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે, આજે 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. આજે ચૂંટણી દરમિયાન બાલાસિનોરમાં કોંગ્રેસના ઉમેદવાર પર ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાંધલી થયાની બૂમો ઉઠી રહી છે. મળતી માહિતી પ્રમાણે, બાલાસિનોર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દારૂ વહેંચતા ઝડપાયા છે. પાલિકાના વૉર્ડ નં 2ના કોંગ્રેસ ઉમેદવારોને દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. કોંગ્રેસ ઉમેદવારો ચિરાગ ભટ્ટ અને અરવિંદ મહેરા દારૂ સાથે ઝડપાયા છે. ચૂંટણીમાં મતદારોને રિઝવવા દારૂની બૉટલો વહેંચતા બંને ઝડપાયાનો આરોપ છે. પોલીસે આ બન્નેની એક્ટિવાની ડિકીમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ ભટ્ટને દારૂ સાથે ઝડપાયા બાદ જામીન મુક્ત કરાયા છે, જ્યારે અન્ય ઉમેદવાર પોલીસના દરોડામાં નાસી છૂટ્યાની ચર્ચા ચાલી રહી છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચો

દ્વારકામાં EVMની બૂમ... EVM માં માત્ર ભાજપનું જ બટન દબતું હોવાની મતદારોની ફરિયાદ, ત્રણ-ત્રણ EVM બદલવા પડ્યા