દીવ:  દીવના તમામ બીચ પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  ત્રણ મહિના માટે બીચ બંધ કરાયા છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બંધ કરાયા છે.  સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  નાગવા, બ્લુ ફ્લેગ અને ઘોઘલા બીચ બંધ કરાયા છે.   ચોમાસામાં દરિયામાં કરન્ટ હોવના  કારણે ત્રણ થી ચાર મહિના તમામ બીચ બંધ રહેશે. 




પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહેતો હોય છે. પરંતુ જો હવે તમે દીવ જવાનુ પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ સમાચાર તમારે માટે ખૂબ જ અગત્યના છે.  કારણ કે તમે દીવના દરિયામાં પગ પણ નહિ મૂકી શકો. દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  


ગુજરાતમા હવે ચોમાસાની મોસમ આવી ગઈ છે. આ દિવસોમાં દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનુ પ્રમાણ વધતા મોજા ઉછળે છે. આવામાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.  


આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, તાપમાનમાં થશે ઘટાડો


ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે  છે.    આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 


સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.


મોડાસામાં છત પરના પતરા ઉડ્યા


ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગઢડા જાખિયા ભાખા થોરડી સહિત ગીર ના ગામોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના મોડાસા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. દાવલી નજીક આવેલા નવા ગામમાં પવનની આડ અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે મગનભાઈ પ્રજાપતિનાં રહેણાંક મકાનની છત પરના પતરા ઉડ્યા હતા. મકાનની છત ઉડી જતા ઘરમાલિકને મોટુ નુકસાન થયું છે.