બનાસકાંઠાઃ અમીરગઢ પાસે બનાસ નદીમાં વધુ  યુવક ડૂબ્યો હતો. મોડી સાંજે નદીમાં ન્હાવા પડેલ યુવકની લાશ બહાર કાઢવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં અમીરગઢ પંથકમાં નદીમાં ડૂબવાની ત્રીજી ઘટના સામે આવી છે. મામલતદાર નું જાહેરનામું હોવા છતાં પણ લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડી રહ્યા છે.


ગઈ કાલે કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબ્યા હાત. ભારે જયમત બાદ એક યુવાનની લાશ નીકાળી બહાર. સ્થાનિક તરવૈયા અને તંત્રએ મોડી સાંજ સુધી યુવકની લાશ બહાર નીકળી ખસેડાઇ પી.એમ અર્થે. 13 વર્ષીય ઘટાડ નરસિંહભાઈ જ્યોતિભાઈનો મૃતદેહ નદીના પ્રવાહમાંથી મળી આવ્યો. અન્ય એક યુવકની મૃતદેહ ની શોધખોળ કરી શરૂ. બે દિવસમાં 8 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. 


અગાઉ કાંકરેજના ઉંબરી ગામ પાસે નદીમાં ન્હાવા જતા બે યુવકો ડૂબ્યા હતા. ડીસાના છત્રાલા પાસે નદીમાં આધેડ ડૂબ્યો. આ પછી નદીના પ્રવાહમાં જતા વધુ ત્રણ યુવકો ડૂબ્યા હતા. બનાસનદીમાં બે દિવસ માં કુલ 8 લોકો ડૂબ્યા. તંત્રએ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે.


નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 


Anand : કાશ્મીરી યુવકે યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરી લીધો આપઘાત, કારણ અકબંધ


આણંદઃ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલનો બનાવ છે. સરદાર પટેલ યુનિવર્સિટીની નહેરુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. નહેરુ હોસ્ટેલની રૂમ નંબર 25માં પંખે લટકતો મૃત દેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે આવીને તજવીજ હાથ ધરી છે. 


108 ની ટિમ દ્વારા યુવકને પીમ માટે શ્રી કૃષ્ણ હોસ્પિલ ખાતે ખસેડાયો છે. અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફી છે. ગત મોડી રાત્રીનો બનાવ છે. મોત પાછળનું કારણ અકબંધ છે.