Banaskantha: બનાસકાંઠામાંથી દબાણ મામલે થયેલા કેસને લઇને કોર્ટે એક મોટો ચૂકાદો આપ્યો છે, થોડાક દિવસો પહેલા બનાસકાંઠા જિલ્લામાં એક શખ્સે જિલ્લા કલેક્ટર અને મામલતદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, આ મામલે હવે કોર્ટે ચૂકાદો આપતા દબાણદારને એક લાખનો દંડ ફટકાર્યો છે. 


માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં મોટા કાપરા ગામને એક રહીશ મફાભાઇ મેવાભાઇએ દબાણ મામલે જિલ્લા કલેક્ટર અને લાખણી મામલતદાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ખરેખરમાં, લાખણી મામલતદારએ આ દબાણદારને દબાણ મામલે અગાઉ નૉટીસ ફટકારી હતી, તેમાં કહ્યું કહેવાયુ હતુ કે, તમે કાયદેસરના વાલી છો એવુ જાહેર કરો. જોકે, આ મામલે દબાણદારે જિલ્લા કલેકટર અને મામલતદાર બન્ને પર દિયોદરની સીનિયર સિવિલ કોર્ટમાં કાયદેસરનો દાવો માંડ્યો હતો. હવે આ મામલે દિયોદર કોર્ટે ચૂકાદો સંભળાવતા દબાણદારનો દાવો રદ્દ કરી દીધો હતો, અને સાથે દબાણદાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ દંડની રકમ 60 દિવસની અંદર ભરી દેવા પણ સૂચના આપી છે. ખાસ વાત છે કે, ઇતિહાસમાં પહેલીવાર કોર્ટે કોઇ દબાણદારને આવો હુકમ સંભળાવ્યો છે. કોર્ટેના હુકમ બાદ અન્ય દબાણદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


અમદાવાદમાં ચાલ્યું દાદાનું બૂલડૉઝર, જાણો ક્યા વિસ્તારમાંથી દબાણો કરાયા દુર


અમદાવાદમાં મેગા ડિમૉલેશન ડ્રાઇવ કરવામાં આવી રહી છે, આજે અમદાવાદની સીટી એરિયામાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણોને દુર કરવાની કામગીરી શરૂ કરાઇ હતી, જેમાં સીએમના મતવિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના વિસ્તારો બાદ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં પણ દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી. મેગા ડિમૉલેશન અંતર્ગત આજે અમદાવાદના શહેરી વિસ્તારોમાં મામલતદાર અને પોલીસની હાજરીમાં થલતેજ સહિતના વિસ્તારો કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણોને દુર કરવામાં આવ્યા હતા. થલતેજ પીવીઆર સિનેમા પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થલતેજમાં આ દબાણો મોટાભાગે સરકારી જમીન પર કરવામાં આવ્યુ હતુ, જેમાં ૩૦ વર્ષ જૂનું સરકારી જમીન ઉપરનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યુ હતુ. આ બાંધકામ અંદાજે 1500 ચોરસ મીટરનું હતુ. આ મેગા ડિમૉલેશન ડ્રાઇવ કોર્પોરેશન, જિલ્લા કલેકટર અને પોલીસ તંત્રની હાજરી કરવામાં આવી હતી. 


આ પહેલા રાજકોટમાં પણ કરાયુ હતુ મેગા ડિમૉલેશન -


રાજકોટ: રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી  શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. ફૂટપાથ પરની રેકડી, લારીગલ્લા, છાપરા, ઓટા, સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા પોલીસ, PGVCLના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ  નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા પેટીયું રળતા લારી ગલ્લાવાળા વેપારીઓ સહિતના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial