ડીસા APMC માં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા શાસનનો અંત આવ્યો છે. ખેતાભાઇ રબારીની ચેરમેન તરીકે અને અરજણભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: છેલ્લા અઢી વર્ષથી ડીસા એપીએમસીનું સુકાન સંભાળી રહેલા ગોવાભાઇ રબારી અનેક પ્રકારના વહીવટી વિવાદો અને સ્થાનિક ખેડૂત સંગઠનોના ઘેરાવમાં રહ્યા હતા

- ડીસા APMCમાં સત્તા પલટો, ખેતાભાઈ રબારી નવા ચેરમેન બન્યા.
- પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારીના વહીવટી વિવાદોને કારણે ફેરફાર.
- અરજણભાઈ પટેલ વાઇસ ચેરમેન; ધારાસભ્ય માવજી દેસાઈનું વર્ચસ્વ વધ્યું.
- નવી ટીમે ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો હલ કરવાનો સંકલ્પ કર્યો.
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સહકારી રાજકારણમાંથી આજે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડીસા એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા શાસનનો અંત આવ્યો છે અને માર્કેટ યાર્ડમાં મોટો સત્તા પલટો થયો છે. એપીએમસીના નવા સુકાની તરીકે વરિષ્ઠ આગેવાન ખેતાભાઇ રબારીની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. આ રાજકીય પરિવર્તન પાછળ વર્તમાન ચેરમેન ગોવાભાઇ રબારી સામેના સ્થાનિક વિરોધ અને વિવાદો મુખ્ય કારણ બન્યા છે, જેના કારણે સત્તાધારી જૂથે વહીવટી પ્રક્રિયા હાથ ધરીને આ નવો મોરચો નિયુક્ત કર્યો છે.
છેલ્લા અઢી વર્ષથી ડીસા એપીએમસીનું સુકાન સંભાળી રહેલા ગોવાભાઇ રબારી અનેક પ્રકારના વહીવટી વિવાદો અને સ્થાનિક ખેડૂત સંગઠનોના ઘેરાવમાં રહ્યા હતા. આ આંતરિક અસંતોષને કારણે યાર્ડના ડિરેક્ટરો અને સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. પરિણામે, સહકારી માળખાને મજબૂત કરવા અને વિવાદોનો અંત લાવવાના હેતુથી આ સત્તા પરિવર્તનની પટકથા લખવામાં આવી હતી.
સુમુલ ડેરીનો ચૂંટણી કાર્યક્રમ જાહેર, 15 જૂલાઈએ યોજાશે મતદાન
ડીસા એપીએમસીના નવા નિયુક્ત ચેરમેન ખેતાભાઇ રબારીએ વિસ્તારના લોકપ્રિય વ્યક્તિ છે, અહીંના ધારાસભ્ય માવજી દેસાઈ પણ સહકારી ક્ષેત્રના ખૂબ જ વરિષ્ઠ તથા અનુભવી આગેવાન તરીકે જાણીતા છે. તેમની આ વરણીથી ધારાસભ્ય માવજી દેસાઈના જૂથનું વર્ચસ્વ માર્કેટ યાર્ડ પર વધુ મજબૂત બન્યું છે. નવી વરણી બાદ ખેતાભાઇ રબારી અને વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિવાદો મુક્ત વહીવટ આપવાનો અને ઉત્તર ગુજરાતના આ સૌથી મોટા માર્કેટ યાર્ડમાં ખેડૂતો તથા વેપારીઓને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવાનો રહેશે. આ સત્તા પલટાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
Frequently Asked Questions
ડીસા APMC માં કયો મોટો રાજકીય ફેરફાર થયો છે?
ડીસા APMC માં સત્તા પલટો થવાનું મુખ્ય કારણ શું હતું?
વર્તમાન ચેરમેન ગોવાભાઇ રબારી સામે સ્થાનિક વિરોધ, વહીવટી વિવાદો અને ડિરેક્ટરોની નારાજગી મુખ્ય કારણ હતા. આંતરિક અસંતોષને કારણે આ પરિવર્તન આવ્યું.
ડીસા APMC ના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ છે?
ડીસા APMC ના નવા ચેરમેન વરિષ્ઠ આગેવાન ખેતાભાઇ રબારી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલે સત્તાના સૂત્રો સંભાળ્યા છે.
નવા ચેરમેન અને વાઇસ ચેરમેનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિવાદો મુક્ત વહીવટ આપવાનો અને ખેડૂતો તથા વેપારીઓને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવાનો રહેશે.
ડીસા APMC માં સત્તા પલટાથી કોના જૂથનું વર્ચસ્વ વધ્યું છે?
આ વરણીથી ધારાસભ્ય માવજી દેસાઈના જૂથનું વર્ચસ્વ માર્કેટ યાર્ડ પર વધુ મજબૂત બન્યું છે. ખેતાભાઇ રબારી તેમના જૂથના છે.






















