બનાસકાંઠાના દાંતા તાલુકાના રંગપુર નજીક નદીના પાણીના પ્રવાહમાં પિતા પુત્ર તણાયા હોવાની ઘટના બની હતી. નદીમાં ન્હાવા જતા પિતા અને પુત્ર તણાયા હતા. પિતા અને પુત્રની શોધવા માટે એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી હતી. NDRFની ટીમે પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જ્યારે પુત્ર હજુ પણ લાપતા છે. એનડીઆરએફએ લાપતા પુત્રને શોધવાની કામગીરી શરૂ કરી હતી. NDRF દ્વારા ધરોઈ ડેમના પાણીમાંથી એક મૃતદેહને શોધી કાઢ્યો હતો.
વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો, આ તારીખથી શરૂ થશે તોફાની રાઉન્ડ
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં ચાલુ મોસમનો કેટલો પડ્યો છે વરસાદ
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે.
- સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ
- અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ
- મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ
- મહીસાગરના સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ
- રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: