Ram Mandir: રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક સ્કૂલે આ ઐતિહાસિક પ્રસંગને લઇને નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જે અંતર્ગત હવે સ્કૂલના બાળકોને હાજરી પૂરતી વખતે યશ સર કે હાજર છું નહીં પરંતુ જય શ્રી રામ બોલી રહ્યાં છે, આ પ્રયોગ અત્યારે અમીરગઢની વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં જય શ્રી રામ જ બોલી રહ્યાં છે. 




મળતી માહિતી પ્રમાણે, આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવવાનો છે, રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. દેશભરમાં રામભક્તિનો રંગ લાગ્યો છે, ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની એક સ્કૂલમાં આ ઐતિહાસિક પ્રસંગને લઇને ખાસ તૈયારીઓ અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની પ્રમુખ વિદ્યાલય શાળાનો આ નવતર પ્રયોગ, રામ જન્મભૂમિના રામ મંદિરના ઉદઘાટનના પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળામાં હાજરી પૂરતી વખતે જય શ્રી રામ બોલી બોલીને હાજરી પૂરવાની શરૂ કરાવી છે. હાલમાં શાળાના દરેક વર્ગમાં જય શ્રી રામના નાદથી હાજરી પુરાઈ રહી છે. આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ આ બાળકોમાં જોવા મળ્યો છે. 


 


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ


15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.


16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.


17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.


18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.


19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.


20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.


21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.


અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.


રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે  લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.