Banaskantha : ભરૂચના દહેજથી રાજસ્થાન મોકલાઈ રહેલા બે મહાકાય રિએક્ટર બનાસકાંઠા પહોંચ્યા છે.  થરાદમાં છેલ્લા 20 દિવસથી રિએક્ટર પડ્યા રહેતા લોકો નિહાળવા પહોંચ્યા આ મેઘાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી સાત મહિને થરાદ પોહચ્યા છે. HPCLના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની ટીમ દ્વારા આ મહાકાય રિએક્ટરને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે.

Continues below advertisement


સાત મહિનાથી 28 જેટલા બાયપાસ રોડ બનાવી બંને રિએક્ટરો થરાદ પહોંચાડ્યા 
વિદેશથી મેગા ટ્રાન્સપોર્ટ દ્વારા રાજસ્થાનના નવનિર્મિત એચપીસીએલ કંપનીની રિફાઇનરી તેલની ફેક્ટરી માટે દહેજથી મુન્દ્રા પોર્ટ આ મશીનરી લાવવામાં આવી છે ત્યાંથી બાય રોડ આ મેઘા રિએક્ટરને રાજસ્થાન પહોંચાડવામાં આવશે ટ્રાન્સપોર્ટેશન માટે આ મોટો પડકાર સામે આવ્યો છે છેલ્લા સાત મહિનાથી 28 જેટલા બાયપાસ રોડ બનાવી બંને રિએક્ટરોને થરાદ સુધી પહોંચાડ્યા છે. એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન છે અને બીજાનું 1,148 મેટ્રિક ટનનું છે.


નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું
આ બંને મહાકાય રિએક્ટરોને થરાદની નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે. નર્મદા કેનાલનો પુલ 400 ટન વજન વહન કરવાની ક્ષમતા વાળો છે, ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી છે. આ ઇઝેક હિટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા આ વિશાળકાય રિએક્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલ રિએક્ટર સાથે 50 માણસોની ટીમ જેમાં કંપનીના મેકેનિકલ એન્જિનિયર્સ, લોજિસ્ટિક,ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સાથે કાર્યરત છે.


કેનાલ પર 3 કરોડના ખર્ચે કામચલાઉ બ્રિજ બનાવાઈ રહ્યો છે 
થરાદમાં નર્મદાની કેનાલ ઉપર હાલતો કામચલાઉ  બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ટ્રેનની મદદ લેવાઈ રહી છે. દહેજથી રાજસ્થાન મોકલાવી રહેલા બે રિએક્ટરોને નુકસાન ન પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી 12 ઓગસ્ટે પસાર કરવામાં આવશે. અંદાજિત 3 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી આ રિકટરને પસાર કરવામાં આવશે.