International Patang Mahotsav: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી પુરજોશમાં ચાલી રહી છે, આ બધાની વચ્ચે હવે ગુજરાતમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતા પતંગ મહોત્સવને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવનારી છે. આ માટે જિલ્લા કલેક્ટરે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવા બેઠકો યોજી છે. 


મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દર વર્ષે રિવરફ્રન્ટ પર પતંગબાજો પોતાનું કૌશલ્ય બતાવતા હોય છે, આ વખતે તેઓ સરહદીય વિસ્તાર પર કલાબાજી કરતાં દેખાશે. તાજા અપડેટ પ્રમાણે, આ વખતે પતંગ મહોત્સવનું આયોજન બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે યોજાશે. જિલ્લાના સરહદીય પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આગામી 12 જાન્યુઆરીએ આ મેગા પતંગ મહોત્સવનું આયોજન થવાનું  છે. દેશ - વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં આ પતંગ મહોત્સવનું આયોજન થશે. દેશ-વિદેશના ખ્યાતનામ પતંગબાજો નડાબેટ પહોંચીને બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગ ઉડાડી પોતાના કૌશલ્યનું નિદર્શન કરશે. આગામી પતંગ મહોત્સવને લઈ જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે યોજી બેઠક છે, પતંગ મહોત્સવને લઇને ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે.


મકરસંક્રાતિમાં પવન અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ


રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર, આગામી 8, 9 અને 10 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે. આગામી દિવસોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને કરા પડશે. પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તારીખ 8, 9 અને 10 દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે.


મહેસાણા, બનાસકાંઠા, દાંતીવાડા, તખતગઢ અને ડીસાના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે. સમી, હારીજ, કચ્છના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.


અંબાલાલના કહેવા અનુસાર તારીખ 11, 12 અને 13માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. મકરસંક્રાતિ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફુકાશે. મકરસંક્રાંતિમાં પવન સાધારણ રહેશે. મધ્ય ગુજરાતમાં પવન સાધારણ રહેશે. ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વધુ પવન રહેશે. સૌરાષ્ટ્રમાં સાધારણ પવન રહેશે. ગુજરાતમાં એકંદરે 6 કી.મી. પ્રતિ કલાકે પવન ફૂકાશે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી