અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા પછી યુવતીની લાશ સ્કૂલ પાસે ફેંકી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમીરગઢની મોડેલ સ્કૂલ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઘા મારેલ હાલતમા યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું અનુમાન છે. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબ્જો લીધો છે.
જોકે, આ યુવતી કોણ છે અને કોણે અને કેમ હત્યા કરી તે જાણી શકાયું નથી. તેમજ લાશ અહીં કેવી રીતે પહોંચી તે પણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી આ સમગ્ર વિગતો સામે આવશે.