અંબાજીઃ બનાસકાંઠામાં અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહને ટક્કર મારતાં ત્રણ રાહદારીઓના મોત નીપજ્યા છે. જ્યારે બે પદયાત્રીઓ ઘાયલ થયા છે. અંબાજી નજીક રાણપુર પાસે 3 પદયાત્રીઓના મોત નીપજ્યા હતા. અજાણ્યા વાહનની ટકકરે 3 પદયાત્રીઓના મોત નીપજ્યા છે. 

Continues below advertisement


વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડતા અકસ્માત સર્જાયો હતો.  પદયાત્રીઓના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં ખેડાયા છે. બે ધાયલ છે .અજાણ્યા વાહન સામે ગુનો નોંધાયો છે.  અંબાજી કોટેઝ હોસ્પિટલમાં લાશો લવાઈ છે. 


અન્ય એક ઘટનામાં, સુરતમાં અજાણ્યા યુવકની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. થોડીવારમાં જ આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ફાયરબ્રિગેડની મદદથી લાશ નીચે ઉતારી પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. 


 


આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સવારે 8 વાગ્યે  ભટાર વિસ્તારમાં સર્વોદય સ્કૂલની સામે આવેલા ઝાડ પરથી યુવકની લટકતી લાશ મળી આવી હતી.  સ્થાનિક લોકોને જાણ થતાં તેઓએ ફાયર અને પોલીસને જાણ કરી હતી.   ફાયર વિભાગ દ્વારા બોડીને ઝાડ પરથી નીચે ઉતારી હતી. ઝાડ પર લટકેલી હાલતમાં બોડી જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ઝાડ પર ગળે ફાંસો ખાઇ જવાને કારણે યુવકના મોંમાંથી લોહી નીકળી ગયું હતું. 


યુવકે 20  ફૂટ ઉંચી ઝાડની ડાળ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




 



અન્ય એક ઘટનામાં, સુરતના લિંબાયત વિસ્તારમાં 5 વર્ષીય બાળકીનું તાવની દવા ગળવા જતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દવા બાળકીની શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત નીપજ્યું હતું.  5 વર્ષની બાળકી મુસ્કાનનુ નિધન થતાં પરિવારમાં માતમ છવાયો છે. મુસ્કાન તાવની દવા ગળવા જતાં દવા શ્વસનનળીમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે શ્વાસ ન લેવાતા બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સિવિલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરી હતી.