Rain Update: હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું, આ દરમિયાન સુરત, ભરૂચ સહિતના આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સુરતમાં સવારે 8થી પાંચ કલાક સુધામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.
ભરૂચમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાંચબત્તી, સેવાશ્રમ રોડ પર પાણી ભરાયા છે. જેના કારણએ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ગાંધી બજારમાં નદીની જેમ વહેતા પાણીથી અનેક રસ્તા બ્લોક થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગાંધી બજાર ચાર રસ્તા,સેવાશ્રમ રોડ પર ઘૂંટણસમા ભરાયા પાણી ભરાયા છે.
સુરતમાં જળબંબાકારની સ્થિતિ
સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ છે. બે કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદથી સુરત જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નોંધનિય છે કે, સુરત શહેરમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 5.67 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા છે. સુરતના અનેક માર્કેટોમાં પાણી પાણી થઇ ગઇ છે સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાતા આ વિસ્તારની રસ્તો બ્લોક થઇ ગયો છે. અડાજણના એલપી સવાણી સર્કલ નજીક કેનાલ રોડ પર પાણી ભરાયા છે. વેડરોડ ખાતે આવેલી ધર્મનંદન ચોક ખાતે રસ્તા પર જ નદી ધસી આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
સુરતમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ,રાંદેર, અડાજણ,પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરી છે.સુરતના કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવીની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે. અહીં દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાય છે.