ભરૂચઃ ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી 25 વર્ષની પોલીસ કોન્સ્ટેબલ યુવતીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. કોન્સ્ટેબલ દીપિકા પરમારે પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે લટકીને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે.
હાંસોટ પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા ભરત પરમારનું મૂળ વતન ભાવનગર છે. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મળતાં દીપિકા પોતાનું વતન ભાવનગર છોડી હાંસોટ લાઈનમાં બ્લૉક નંબર બીમાં રૂમ નંબર-6 માં રહેતી હતી. દીપિકાએ વારે મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલાં પોતાના રૂમમાં લગાડેલા પંખામાં દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો.
હાંસોટ પોલીસે મૃતકના વાલી વારસોને જાણ કરતાં તેમની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું. હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ફૂલહાર ચઢાવી બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. એ પછી મૃતકના પરીવારને મૃતદેહ સોપ્યો હતો. આ કેસમાં વધુ તપાસ હાંસોટ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ચૌહાણ કરી રહ્યા છે.
ભરૂચમાં 25 વર્ષની મૂળ સૌરાષ્ટ્રની કોન્સ્ટેબલ યુવતીએ પોલીસ લાઈનમાં જ કરી લીધો આપઘાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Aug 2020 12:32 PM (IST)
હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ફૂલહાર ચઢાવી બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -