શોધખોળ કરો

રાજ્યના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને એક શિફ્ટમાં સળંગ વીજળી મળશે

રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રીએ રાજ્યના ખેડૂતોને એક શિફ્ટમાં વીજળી આપવાની જાહેરાત કરી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખેડૂતોને હવે દિવસે એક જ શિફ્ટમાં 8 કલાક વીજળી મળશે.
  • ધાર્મિક સ્થળો, પ્રવાસી વિસ્તારોમાં સુરક્ષા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરાશે.
  • યાત્રાધામો ગ્રીન-સેફ ઝોન બનશે, વીજળી પુરવઠો સુધારાશે.
  • શહેરોમાં ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં બદલી વાયર-ફ્રી સિટી બનશે.

રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રીએ રાજ્યના ખેડૂતોને એક શિફ્ટમાં વીજળી આપવાની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોને બે શિફ્ટમાં અપાતી વીજળી એક શિફ્ટમાં આપવા માટે ઊર્જા વિભાગ તૈયારી કરી રહ્યું છે. રાત્રે અપાતી વીજળીના બદલે હવે દિવસે ખેડૂતોને એક શિફ્ટમાં આઠ કલાક સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે. સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખેડૂતોને સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે.

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026-27ના અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ પરની ચર્ચામા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ભૂમિગત (Underground) કેબલ નેટવર્ક યોજના હેઠળ ધાર્મિક, પર્યટક સ્થળો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વીજ સુરક્ષા વધારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા વર્ષ 2025-26 માં રૂ. 74.60 કરોડનો ખર્ચ કરાયો છે અને 2026-27 માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના એટલે 'કિસાન સૂર્યોદય યોજના' માટે આગામી વર્ષ 2026-27 માં 500.00 રૂપિયા કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ભવિષ્યલક્ષી અભિગમ અંતર્ગત જેમ જેમ સૂર્ય ઊર્જાની ઉપલબ્ધતા વધતી જાય તેમ બે શિફ્ટના બદલે સવારે 7.00 થી સાંજે 5.00 દરમ્યાન એક જ શિફ્ટમાં ખેડૂતોને આઠ કલાક સંપૂર્ણપણે દિવસે વીજળી આપવાનું આયોજન છે. સાયક્લોન રેસીલીએન્ટ નેટવર્ક અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સમયે અવિરત પુરવઠા માટે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા વર્ષ 2026-27માં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

યાત્રાધામ વિકાસ માટે રાજ્યના યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે અને વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોનમાં વિકસિત કરવા માટે વર્ષ 2026-27માં નવી બાબત તરીકે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ડીસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફટીંગ યોજના (DISS) અંતર્ગત રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ બનતા વીજ માળખાને ખસેડવા / બદલવા માટે 2026-27 માં  125 કરોડ રૂપિયાની જોગવાઈ છે. વર્ષ 2025-26 માં 580.86 કિ.મી. HT લાઈન અને 323.14 કિ.મી. LT લાઈનનું શિફ્ટિંગ કરાયું છે.

ગુજરાત વાયર ફ્રી સીટી મિશન અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ લાઈન જેવી કે 66 KV, 11 KV તથા LT લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા, શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો કરવા તેમજ જાહેર સલામતી અને શહેરોની સુંદરતામાં વધારો કરવા તથા રાજ્યને કોમનવેલ્થ અને ઓલમ્પિક રેડી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત તબક્કાવાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા આ મિશન હેઠળ 500 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ નવી બાબત તરીકે કરવામાં આવી છે

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારમાં હયાત ઓવરહેડ લાઈનના માળખાને સ્થાને 11 કેવી XLPE (ક્રોસ લીંક્ડ પોલી ઈથીલીન) કેબલ નેટવર્કના ઉપયોગથી PGVCLમાં 58 બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ 100 કરોડ રૂપિયાની નવી બાબત તરીકે જોગવાઈ કરાઇ છે. આ અંતર્ગત ભુજ અને અંજાર સર્કલ હેઠળના ખાવડા, દયાપર અને બાલાસર સબ-ડિવિઝનમાં 322.78 CKM (સર્કિટ કિલો મીટર) નું વીજ નેટવર્ક સ્થાપિત કરવાનું આયોજન છે. જેનાથી વરસાદ અને ચક્રવાત જેવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિમાં પણ સરહદી વિસ્તારમાં અવિરતપણે વીજ પુરવઠો આપી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભરતી મેળો
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો આવો ચહેરો?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે આપી ટિકિટ, અરવલ્લી જિ.પંચાયતની ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
Embed widget