ગાંધીનગરઃ રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે મંગળવારે છેલ્લ દિવસ છે ત્યારે લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે,  આ પરીક્ષા માટે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.


તેમણે કહ્યું કે, એલઆરડી ભરતી માટે આજે અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ છે અને રાત્રે 11.59 મિનિટ સુધી અરજી સ્વીકારી શકાશે. એ પછી બુધવાર એટલે કે આવતી કાલથી 12 તારીખ સુધી ફી ભરી શકાશે. ત્યાર બાદ 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે અને 9 ડીસેમ્બરથી 10 ડિસેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે. 10 ફેબ્રુઆરી આસપાસ શારીરિક કસોટી પૂરી થશે અને માર્ચ મહિના આસપાસ લેખિત પરીક્ષા લેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે, આ ટાઈમ ટેબલને ધ્યાને રાખીને ઉમેદવારો તૈયારીઓ કરે.


તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 11 લાખ 75 હજાર અરજીઓ થઈ છે ને તેમાંથી કુલ 9.10 લાખ અરજીઓ કંફર્મ થઈ છે. આ પૈકી 6.65 લાખ પુરુષ ઉમેદવારોએ અરજી કરી છે જ્યારે 2.45 લાખ મહિલા ઉમેદવારોએ અરજી કરી છે. આજે રાત્રે 11.59 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે એ વાતનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે, લોભ લાલચ આપતા તત્વોથી ઉમેદવારો સાવચેત રહે.


ગુજરાતમાં LRD ભરતીમાં લાખો ઉમેદવારોને મોટી રાહત, બોર્ડના પ્રમુખે શું કરી મોટી જાહેરાત ?
રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે મંગળવારે છેલ્લ દિવસ છે ત્યારે લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે.


આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ સોમવારે ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે, લોક રક્ષક દળ (LRD)માં ફોર્મ ભરવા માટે કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી. હસમુખ પટેલની આ સ્પષ્ટતાના કારણે લાખો ઉમેદવારોને મોટી રાહત થઈ છે.


લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે સ્પષ્ટતા કરી કે, આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે તેથી લોક રક્ષક દળ (LRD)માં ફોર્મ ભરવા માટે કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ માટે રૂપિયા 19,  950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બર ને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.