big update on OBC reservation: ચૂંટણી પહેલા ઓબીસી અનામતને લઇને રાજ્યમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેષ પટેલે મોટી જાહેરાત કરતાં ઓબીસી અનામતને લઇને જાણકારી આપી છે, એસટી, એસસી અનામતમાં કોઇ ફેરફાર નહીં થાય, શહેરી વિસ્તારમાં ઓબીસી માટે 27 ટક અનામતની ભલામણ, જિલ્લા તાલુકા ગ્રામ પંચાયતમાં 27 ટકા ઓબીસી અનમામતની ભલામણ કરવામાં આવી છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા અનામતની જોગવાઇ જે હતી તે ચાલુ જ રહેશે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઓબીસી માટે 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છ, શહેરી વિસ્તારમાં એસટી ,એસટી ઓબીસી માટે 50 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.


આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેષ પટેલે જણાવ્યુ કે, ST, SCની અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય. જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતમાં 27 ટકા OBC અનામતની ભલામણ છે. શહેરી વિસ્તારમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમા એસસી, એસટી, ઓબીસી માટે 50 ટકાની ભલામણ કરાઇ છે. અગાઉ ઓબીસી માટે જે 10 ટકા બેઠકો હતી તે તો યથાવત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામતની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત પૈસા એક્ટવાળા 9 જિલ્લા, 61 તાલુકામાં વસ્તી પ્રમાણે બેઠકો ફાળવાશે, પૈસા એક્ટવાળા જિલ્લા, તાલુકાઓમાં 10 ટકા OBC યથાવત રહેશે, શહેરી વિસ્તારોમાં 50 ટકાની મર્યાદામાં ઓબીસી માટે 27 ટકા અનામત રહેશે. 


સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત ઓબીસી માટે રહેશે. SC, ST અનામતમાં ફેરફાર સિવાય OBC માટે 27 ટકા અનામત છે. મહાનગરપાલિકા, નગરપાલિકામાં OBC માટે 27 ટકા અનામત રહેશે. તાલુકા, જિલ્લા પંચાયતમાં OBC માટે 27 ટકા અનામત રહેશે. ગ્રામ પંચાયતોમાં પણ OBC માટે 27 ટકા અનામતમા છે. 9 જિલ્લા, 61 તાલુકાઓમાં PESA હેઠળ અનામત યથાવત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાનો માર્ગ મોકળો છે.