ગાંધીનગર: ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  ગુજરાતમાં અગામી 11 અને 12 જૂન દરમિયાન બિપોરજોય વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે. રાજ્ય સરકારે કુદરતી આપતીમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાને લઈ સમીક્ષા કરી હતી. વિડિયો કોન્ફરન્સ યોજી પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા મુખ્યમંત્રીએ કલેક્ટરોને  માર્ગદર્શન આપ્યું હતું.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  


દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર


ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  હવામાન વિભાગના મતે  વાવાઝોડું ફંટાઇ શકે છે.  આગામી 3 દિવસમાં ઉત્તર -ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે ચક્રવાતી તોફાન.  માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે અને વહીવટી તંત્રે લોકોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપી છે. 


બીપરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 


બિપરજોય ધીમે ધીમે ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે રાજ્યમાં તીવ્ર ગતિના પવનની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 15 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને 11 ટીમોને સજ્જ રાખવામાં આવી છે.


દરિયા કાંઠાના વિસ્તારોમાં સરેરાશ 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જેમ જેમ ચક્રવાત દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ વધશે અને તેની ઝડપી 55- 60 કિમી સુધી પહોંચી શકે છે.


ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયા કાંઠે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વલસાડનો તીથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે.