Patan: બિપરજૉય વાવાઝોડાના કાંઠા વિસ્તારના લેન્ડફૉલ બાદ ગુજરાતમાં તબાહીના દ્રશ્યો શરૂ થઇ ગયા છે, કાંઠા વિસ્તારમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડા અને વરસાદે ઉત્તર ગુજરાતમાં કેર વર્તાવવાનો શરૂ કર્યો છે. પાટણમાં હવે ભારે પવનના કારણે ઠેર ઠેર વીજ પૉલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાટણમાં અત્યારે પાટણ -હારીજ હાઇવે પર ઝાડ પડી જતાં રસ્તો બ્લૉક થઇ ગયો છે. 


માહિતી પ્રમાણે, ગઇ રાત અને આજે સવારે વરસાદે ધોધમાર વરસાદના કારણે પાટણમાં વીજ પૉલ ધરાશાયી થયા છે અને ઠેર ઠેર વૃક્ષો ઉખડી ગયા છે. પાટણ - હારીજ માર્ગ પર એક તોતિંગ વૃક્ષ પડવાથી એકબાજુનો આખો રસ્તો જામ થઇ ગયો છે, હાલમાં આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને તકલીફ વધુ ના પડે તે માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પાટણ જિલ્લામાં વરસાદે કેર વર્તાવ્યો છે, ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાં ઘરના પતરાં ઉડ્યા છે, તો વળી ક્યાંક વીજ પૉલ અને વૃક્ષો ધરાશાયી થવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.


પાટણ જિલ્લામાં સતત બે દિવસ થી મૂશળધાર વરસાદ, એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો


બિપરઝોડ વાવાઝોડુ પસાર થઇ ગયું પરંતુ તોફાન બાદ તેની અસર હજુ પણ રાજ્યમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. પાટલ જિલ્લામાં પણ પવન સાથે વરસતાં વરસાદે અનેક વિસ્તારને પાણી પાણી કરી દીધા છે.અહીં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ રાઘનપુર શહેરમાં વરસ્યો છે. રાત્રિ દરમ્યાન ભારે પવન સાથે અત્યાર સુધીમાં અહીં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. 4 ઇંચ થી વધુ વરસાદ વરસતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જલારામ સોસાયટી બાહારના  રોડ ઉપર પાણી ભરાઇ જતાં રસ્તા જળમગ્ન થઇ ગયા છે. ઉપરાંત અનેક જગ્યાએ વીજ વાયરો તૂટી જતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.


સાંતલપુર,રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે  એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો  છે.સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટ માં કરોડો રૂપિયાનીનું નુકસાન થયું છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ ફાંગલી પ્રાથમિક શાળામાં વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે અહીં શાળામાં આવેલ તમામ વૃક્ષ ધરાશાયી થયા છે.