સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાતમાં બર્ડફ્લુના હાલના સ્ટેન મુજબ મોતની શક્યતાઓ ખૂબ ઓછી છે. અલબત્ત બર્ડફ્લુ મૃતક પક્ષીઓમાંથી પણ ફેલાતો હોવાનું તબીબોનું અનુમાન છે એ જોતાં નોનવેજ અને ઈંડાં ખાવાથી દૂર રહેવું.
બર્ડફ્લુના પગપેસારા વચ્ચે તબીબોએ નોનવેજ ખાનારા નાગરિકો માટે ચેતવણી આપી છે.નોનવેજ અને ઈંડાને કાચા ખાવા બર્ડફ્લુના સમયમાં અયોગ્ય છે.અલબત્ત નોનવેજ ખાવાના કારણે બર્ડફ્લુ ફેલાતો નથી પણ તબીબી સલાહ મુજબ ઈંડા અને નોનવેજ બાફીને અથવા શેકીને ખાવા યોગ્ય છે.આ તરફ બર્ડફ્લુ મામલે રાહતના સમાચાર એ પણ છે કે હાલ સામે આવેલા બર્ડફ્લુના સ્ટેનમાં મૃત્યુ દર નહિવત બરાબર છે જે તબીબો અને રાજ્ય સરકાર માટે રાહતરૂપી સમાચાર છે.શક્યતાઓ એ પણ છે કે મૃત્યુ પામેલા પક્ષીઓમાં જો બર્ડફ્લુના લક્ષણ હોય તો તેવા સંજોગોમાં મૃતક પક્ષીઓના નિકાલ સમયે આ વાયરસ પોએટ્રી ફાર્મમાં કાર્યરત કર્મચારીઓમાં ફેલાઈ શકે છે જેના કારણે રાજ્ય સરકાર પોઍટરી ફાર્મમાં કાર્યરત કર્મચારીઓના સ્વાસ્થય પર નજર રાખવી પણ જરૂરી છે.