Umreth Assembly bypoll: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા. ભાજપે ગોવિંદ પરમારના પુત્રને ટિકિટ આપી  હતી. ભાજપે હર્ષદ પરમારને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. હર્ષદ પરમાર ગોવિંદ પરમારના પુત્ર છે. ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડી હતી. કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

Continues below advertisement
Continues below advertisement

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે સત્તાવાર નોટિફિકેશન 30 માર્ચ, 2026 ના રોજ બહાર પાડવામાં આવશે, જેમાં 30 માર્ચથી 6 એપ્રિલ (જાહેર રજાઓ સિવાય) સુધી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. નામાંકનની ચકાસણી 7 એપ્રિલે થશે, જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ છે. ઉમરેઠ બેઠક માટે મતદાન 23 એપ્રિલ, 2026ના રોજ યોજાશે અને પરિણામોની જાહેરાત 4 મે, 2026ના રોજ કરાશે. નોંધનીય છે કે ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરા સહિત અન્ય ઘણા રાજ્યોમાં વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત કરી છે.                                      

કોણ છે હર્ષદ પરમાર?

હર્ષદ પરમાર દિવંગત ભાજપ નેતા ગોવિંદભાઈ પરમારના પુત્ર છે. તેમણે એડવાન્સ ડિપ્લોમા ઈન જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન સુધીનો અભ્યાસ કર્યો છે. હર્ષદ પરમાર ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 2017થી અત્યાર સુધી આણંદ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ છે. તે સિવાય 2012થી 2022 ચિખોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ રહ્યા હતા. 2012થી 2021 સુધી ચિખોદરાના પ્રા.આરોગ્ય કેન્દ્રમાં  રોગી કલ્યાણ સમિતિના ચેરમેન રહ્યા હતા. 2007થી 2012 સુધી ચિખોદરા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ, 2015થી 2021 સુધી કાર્યવાહક સમિતિના ATVT સભ્ય, 2012થી 2021 સુધી ચિખોદરામાં પ્રા.કુમાર શાળાના SMC સભ્ય, ચિખોદરા ગ્રામ પંચાયતમાં 2022થી અત્યાર સુધી ઉપ સરપંચ રહ્યા હતા. ચિખોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 2024થી અત્યાર સુધી ચેરમેન છે.