ગાંધીનગર: ચૂંટણી પહેલા જ કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. કડી નગરપાલિકા અને ગીર સોમનાથથી ઉના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિન હરીફ જાહેર થયા છે. કૉંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં ઘણી બેઠકો બિનહરીફ થઈ છે.
કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની કુલ 219 બેઠનકો પર ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે. આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે કડી અને ઉના નગરપાલિકા કબજે કરી છે. કડી નગરપાલિકાની કુલ 36માંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા છે. જ્યારે ગીર સોમનાથની ઉના નગરપાલિકાની 36 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 219 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 09:20 PM (IST)
ચૂંટણી પહેલા જ કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. કડી નગરપાલિકા અને ગીર સોમનાથથી ઉના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -