Local Body Election: ભાજપે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણી માટેની યાદી જાહેર કરી છે. યાદીમાં સૌથી ચોંકાવનારૂ નામ પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનું છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નિનામેને ભાજપે ટિકીટ ફાળવી છે. મનોજ નિનામા અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ચૂંટણી લડશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની ભાજપની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આમાં સુરેન્દ્રનગર મનપામાં ભાજપમાં ઉમેદવારોની અને અરવલ્લી જિલ્લા અને તાલુકા પંયાયતના ઉમેદવારો યાદી જાહેર કરવામાં આવી છે. અરવલ્લીમાં મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની યાદી જાહેર કરી છે. તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકામાં પણ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.
રાજીનામા આપ્યાં બાદ શું કહ્યું હતુંIPS તરીકે તાજેતરમાં જ મનોજ નિનામાએ રાજીનામુ ધરી દીધુ હતુ, અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું. હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે એના માટેની જવાબદારીઓ નિભાવીશ.
કોણ છે મનોજ નિનામા1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતી. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું છે.
શિસ્તબદ્ધ અને વહીવટી અનુભવ ધરાવતા નિનામાની રાજકારણમાં એન્ટ્રીથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ્યારે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા નવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીની રાજકારણમાં એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. જો ભાજપ તેમના નામ પર મહોર મારશે, તો સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેના પર હવે સૌની નજર ટકેલી છે
