વલસાડ:  વલસાડ જિલ્લાનું વાપી જ્યાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની  હત્યા  કરી દેવામાં આવી હતી. વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પોતાના ગામ કોચરવાની બાજુમાં આવેલા રાતા ગામે મંદિરે દર્શન કરવા ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને શૈલેષ પટેલ પોતાની ગાડીમાં બેઠા હતા.  આ સમયે બાઈક પર આવેલા અજાણ્યા શખ્શોએ શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. હવે આ હત્યાને લઈને  શૈલેષ પટેલના જ પરિવારજનોએ ગામના જ એક પરિવારના કેટલાક વ્યક્તિઓ સામે નામજોગ આરોપ લગાવ્યા છે.


વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યાના મામલે પોલીસ તપાસ કરી રહી છે.  એક શકમંદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. શંકાના આધારે વાપી પોલીસે શરદ પટેલ નામના વ્યક્તિને રાઉન્ડ અપ કર્યો છે.  રાઉન્ડ અપ કરાયેલ શરદ પટેલની પોલીસે પૂછપરછ કરી રહી છે. 


મૃતકના સ્વજનોએ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતાં.  મૃતકના સ્વજનોએ કોચરવા ગામના જ કેટલાક લોકોના નામજોગ  આક્ષેપ કર્યા હતા.  મૃતકના સ્વજનોના આક્ષેપના આધારે પોલીસે તપાસ  હાથ ધરી છે. 


પરિવારજનો દર્શન કરી જ્યારે ગાડી પાસે પહોંચ્યા ત્યારે જાણ થઈ કે શૈલેષ પટેલની હત્યા કરી દેવાઈ છે.તુરંત તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાજપ નેતાની જ હત્યા કરી દેવાતા કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.  


શૈલેષ પટેલના જ પરિવારજનોએ ગામના જ એક પરિવારના કેટલાક વ્યક્તિઓ સામે નામજોગ આરોપ લગાવ્યા છે.  જૂની અદાવતમાં શૈલેષ પટેલની હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  થોડા વર્ષ પહેલાં શૈલેષ પટેલના પરિવાર અને ગામના એક પરિવાર વચ્ચે ફાયરિંગ થયું હતું. એવામાં હવે શૈલેષ પટેલની હત્યા કરી દેવાતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.  પોલીસે હત્યારાઓની શોધખોળ  શરૂ કરી છે. સાથોસાથ જે પરિવાર પર હત્યા કર્યાનો આરોપ છે તેમને ત્યાં કોઈ વળતો હુમલો ન કરે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. 


શૈલેષ પટેલ કોચરવા ગામના નામોટા ફળિયામાં રહતા હતા. ગોળીબાર થતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો બીજી તરફ ઘટના સ્થળે પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. 


પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શૈલેષ પટેલની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને હત્યારાઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરિવારજનોએ પણ હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે.  પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ હત્યા મુદ્દે તપાસ માટે અલગ અલગ ટીમો પણ બનાવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.