નર્મદાઃ આજે વિશ્વ આદિવાસી દિવસની રાજપીપળા ખાતે ઉજવણી  કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે વિશ્વ ટ્રાઇબલ દિવસે  દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે ઉજવણી સમયે સાંસદ ચાલુ કાર્યક્રમે જ ગુસ્સે થઈ ગયા હતા. સાંસદ મનસુખ વસવા સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતા બગડ્યા હતા. બંધ કરો હમણાં એવું ગુસ્સે થઈને સાંસદ પ્રવચનમા બોલ્યા હતા. સાંસદ મનસુખ વસાવા આદિવાસી હકની વાત કરતા હતા.


નોંધનીય છે કે, રાજપીપલાના જીતનગર ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી રૂપાણીએ આ દિવસે રાજ્યના આદિવાસીઓને મોટી ભેટ આપી હતી.  દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી રૂપાણી  દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. આ સમયે મુખ્ય સચિવ અનિલ મુકિમ, વન મંત્રી ગણપત વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. 341 કરોડ ના ખર્ચે જીતનગર ખાતે 39 એકરમાં ટ્રાઇબલ યુનિર્વસિટીનું ભવ્ય બિલ્ડીંગ બનશે. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવી હતી.