Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપે અરવલ્લી જિલ્લાની યાદી જાહેર કરી અને સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યા હવે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/8Yy6QyCbdE
— BJP Gujarat (@BJP4Gujarat) April 9, 2026
ભાજપ તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. હવે વાવ-થરાદ જિલ્લાની પંચાયત અને પાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી સમિતિની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોના પસંદગીની પ્રક્રિયા પર ઊંડાણપૂર્વક ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. હવે ભાજપ દ્વારા ઉમેદવારોની તબક્કાવાર યાદી જાહેર કરવામાં આવી રહી છે.
ભાજપની પ્રથમ યાદી જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની ભાજપની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આમાં સુરેન્દ્રનગર મનપામાં ભાજપમાં ઉમેદવારોની અને અરવલ્લી જિલ્લા અને તાલુકા પંયાયતના ઉમેદવારો યાદી જાહેર કરવામાં આવી છે. અરવલ્લીમાં મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની યાદી જાહેર કરી છે. તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકામાં પણ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો કર્યો જાહેર
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
મનોજ નિનામાને મળી ટિકિટ
IPS તરીકે તાજેતરમાં જ મનોજ નિનામાએ રાજીનામુ ધરી દીધુ હતું અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું.અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે.





















