Gujarat Assembly Elections 2022: વિધાનસભાની ચૂંટણીને લઈને જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારથી દરેક પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. અનેક નેતાઓએ પાર્ટી છોડી દીધી છે તો કેટલાકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેને લઈને ઘણા નેતાઓને પાર્ટી દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. હવે આ કડીમાં સિદ્ધપુરમાં ભાજપ દ્વારા પોતાના જ કાર્યકરોને સસ્પેન્ડ કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપ ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરવા બદલ આ તમામ લોકોને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ દ્વારા તમામે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પાંચ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે



  • કિરણ સોમાજી ઠાકોર, મહામંત્રી સિદ્ધપુર શહેર

  • કનુજી ઠાકોર, પ્રમુખ સિદ્ધપુર તાલુકા યુવા મોરચો

  • વેલજીભાઈ ચૌધરી, જિલ્લા કરોબારી સભ્ય

  • અમૃતભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ સિદ્ધપુર તાલુકા ભાજપ 

  • કનુભાઈ પટેલ પૂર્વ સદસ્ય સિદ્ધપુર પાલિકા


જાણો કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે કોને આપી ધમકી


પાટણ વિધાનસભા મત વિસ્તારમાં કોગેસના ઉમેદવાર પણ મતદારોને રિજવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં સ્થાનિક ઉમેદવાર હોવાને લઇ ગામે ગામ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતની બાબતોમાં લોકો ભાજપને ચોક્કસ ઝાકારો આપશે અને પાટણ બેઠક પર  લીડ સાથે વિજય થવાનો આશાવાદ કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વ્યક્ત કર્યો હતો.


આ ઉપરાંત પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ખુલ્લેઆમ ધમકી આપી છે. પાટણનાં સબોસણ ગામે ચુંટણી પ્રચારમાં તેમણે ધમકી આપી છે. ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી પટેલને ધમકી આપી છે.  કિરીટ પટેલે કહ્યું કે, કે.સી પટેલ તેમનો પેટ્રોલ પમ્પ નથી બચાવી શક્યા, સાત લાખ દંડ ભર્યો છે. તોડવાનો હુકમ થયો છે. કે.સી પટેલે તેમનો પેટ્રોલપંપ નથી બચાવી શક્યા તે આવી ગાયોને કેવી રીતે બચાવશે. એ એમની જાતને દાદા સમજતા હોય તો કહી દેજો આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા. આઠમી એ આપડું જીતનું વરઘોડું છે, નવમી એ આપડે આ દાદાઓનો હિસાબ કરી દઈશું તેવી ખુલ્લેઆમ ધમકી આપી છે. 2017 બાદ ફરી એકવાર ગાયો મુદ્દે કિરીટ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી શકે છે.


પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઇ પ્રચાર પ્રસારનો દોર ધમ ધમતો થવા પામ્યો છે અને ઉમેદવારો પણ ગ્રામ્ય વિસ્તાર ખૂંદી રહ્યા છે અને મતદારોને રિઝવવા માટે ના પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે પાટણ વિધાનસભા મત વિસ્તારના કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારના દોરને ગામે ગામ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કહી રહ્યાં છે અત્યાર સુધી 70 થી વધુ ગામોના પ્રચાર પતી ગયો છે અને લોકો સમક્ષ મોંઘવારી /બેરજોગારી તેમજ કોંગ્રેસના આઠ વચનો લઈને પ્રચાર કરી રહ્યાં છે.


આ વખતે અમે ભરોશો નહિ મુકીયે


સાથે પ્રચાર દરમ્યાન લોકો કહી મોંઘવારી, બેરોજગારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આ વખતે અમે ભરોશો નહિ મુકીયે તેમ લોકો જણાવી રહ્યા છે તો સાથે ભાજપ દ્વારા પાટણ બેઠક પર શિક્ષિત ઉમેદવાર મુકાયા છે પણ બહા થી એટલે કે સ્થાનિક નથી મેં પાંચ વર્ષ લોકોના કામ કર્યા છે, લોકોના સંપર્કમાં રહ્યો છું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.