બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. થરા પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.  ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. થરા નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો પર જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.  જ્યારે કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી. આ જીત સાથે ભાજપે સતત ત્રીજી વખત નગરપાલિકામાં સત્તા મેળવીને હેટ્રિક નોંધાવી છે. જીત બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 

Continues below advertisement

24 બેઠકોમાંથી ભાજપને 19 અને કોંગ્રેસને 5 બેઠક

Continues below advertisement

થરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીનાં પરિણામોમાં ભાજપે 19 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને 5 બેઠકો મળી છે જ્યારે આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી. આ પરિણામો સાથે થરા નગરપાલિકામાં આગામી ટર્મમાં પણ ભાજપનું શાસન યથાવત્ રહેશે.

ભાજપે સતત ત્રીજી વખત જીત મેળવી હેટ્રિક નોંધાવી

થરા નગરપાલિકામાં ભાજપે સતત ત્રીજી વખત વિજય મેળવીને હેટ્રિક નોંધાવી છે. ગત ટર્મની સરખામણીમાં ભાજપને એક બેઠકનું નુકસાન થયું હોવા છતાં પક્ષે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બહુમતી બેઠકો પર વિજય મેળવતાં ભાજપે ફરી એકવાર નગરપાલિકાની સત્તા પોતાના હાથમાં રાખી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ મતદારોનો માન્યો આભાર

ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ મતદારોનો આભાર માન્યો હતો. ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં જીતને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસ કાઢીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. થરા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ સ્થાનિક રાજકારણમાં ભાજપની મજબૂત સ્થિતિ ફરી એકવાર દર્શાવી છે. ગત ટર્મ કરતાં એક બેઠક ઓછી મળવા છતાં ભાજપે 19 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી. હવે થરા નગરપાલિકામાં આગામી ટર્મ દરમિયાન ભાજપનું શાસન રહેશે. 

આ પણ વાંચો- ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

ગાંધીનગર મનપામાં ભાજપનું પુનઃશાસન નિશ્ચિત

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનું પુનઃશાસન નિશ્ચિત બન્યું છે. શરૂઆતની મતગણતરીમાં ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીને અપેક્ષિત સફળતા મળી નથી. બીજી તરફ, કોંગ્રેસની બેઠકો અને વોટ શેરમાં વધારો થવાના સંકેતો સામે આવ્યા છે. ભાજપની સફળતા પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલની કામગીરી તેમજ શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવેના સંગઠનાત્મક પ્રયાસોની ચર્ચા થઈ રહી છે. ગાંધીનગર ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકામાં પણ ભાજપનું પુનઃશાસન નિશ્ચિત બન્યું છે.