રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો છે. રાજ્યની તમામ જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે. પંચમહાલમાં કૉંગ્રેસ ક્લીનબોલ્ડ થઈ છે. 2015ની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી.


રાજકોટ જિલ્લા પંચાયત અને દેવભૂમિ દ્વારકામાં જ કોંગ્રેસ ડબલ ફિગરે પહોંચી શકી છે. જ્યારે પંચમહાલ જિલ્લા પંચાયતમાં તો કૉંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું.

જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ભાજપે તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીતી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપાની ચૂંટણીમાં પણ કારમો પરાજય થતાં અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખપદેથી અને પરેશ ધાનાણીએ વિધાનસભામાં નેતા વિપક્ષના પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાનો હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે.