ભાવનગર:  ભાવનગર સિહોર તાલુકાના જીઆઇડીસી-૧ માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઘાયલોને  સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લોખંડના સળીયા  બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે.  જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટનામાં ચાર મજૂરો દાઝી ગયા છે. 

જોકે સિહોર અને આસપાસની જીઆઇડીસીમાં અવાર-નવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે.  શ્રમિકોની કોઈપણ પ્રકારની સેફટી હોતી નથી જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે.  હાલ તમામ ઘાયલોની બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. 

ભાવનગર સિહોર તાલુકાના જીઆઇડીસી-૧ માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે.  સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. 

ભાવનગર સિહોર તાલુકામાં આવેલ કોલસાના બોઇલરમાં બ્લાસ્ટના કારણે ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ફેક્ટરીના સંચાલક સમગ્ર ઘટના અંગે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે.  સંચાલકનું કહેવું છે કે અહીં ફાયર સેફ્ટી રાખવામાં આવી છે પરંતુ શ્રમિકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવી નથી. હર દેવેન્દ્ર નામની ફેક્ટરીમાં દુર્ઘટના ઘટી તેને ચાર કલાક જેટલો સમય પસાર થયા બાદ  ફેક્ટરી ઇન્સ્પેક્ટર હજી સુધી સ્થળ ઉપર પહોંચી શક્યા નથી. 

બ્લાસ્ટની ઘટનાને લઈ મામલતદારે શું કહ્યું ?

મામલતદારનું કહેવું છે કે ફેક્ટરીમાં સેફટી નહિ હોય તો તેમના પર કાર્યવાહી થશે. આ દુર્ઘટનાને ભીનું સંકેલવા માટે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી નહીં અને સિહોર મામલતદારની હાજરીમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો પાણીના ટાંકો બોલાવી જીવના જોખમ હેઠળ બોઇલરની આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 

લોખંડના સળિયા બનાવતી કંપનીમાં બ્લાસ્ટની ઘટના

જીઆઇડીસી વિસ્તારમાં લોખંડના સળિયા બનાવતી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો સારવાર અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસ તંત્ર અને અન્ય વિભાગો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં બ્લાસ્ટને લઇ તપાસ ચાલી રહી છે.