નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે બોટ પલટવાની મોટી ઘટના બની હતી. સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા કૃત્રિમ તળાવમાં અચાનક બોટ પલટી હતી. આ બોટમાં 15 લોકો સવાર હતા. બોટ પલટવાની દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નવસારીના સોલધરાના ઇકો પોઇન્ટના કૃત્રિમ તળાવમાં બોટ પલટી હતી. ચીખલી તાલુકાના સોલધરા ગામના ઇકો પોઇન્ટ પર લોકો રવિવારની મજા માણવા આવ્યા હતા. ત્યારે સોલધરા ગામના તળાવમાં બોટ પલટી જતા બોટમાં સવાર 10થી વધુ લોકો ડુબ્યા હતા. જોકે આ બોટ દુર્ઘટનામાં 5 લોકોના પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. હજુ 3 લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.