બોટાદઃ બોટાદના સાળગપુર રોડ રેલવે અન્ડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જ્ઞાનમંદિર વિદ્યાપીઠની સ્કૂલ બસ ફસાઈ હતી. સ્કૂલ બસમાં આશરે 40 જેટલા બાળકો સવાર હતા. અંડર બ્રિજમાં કેડસમા પાણી ભરાયા છે. હાલ નાના વાહનો પસાર નથી થઈ શકતા. બસમાંથી બાળકોને કાઢી અન્ય બસમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્રને ખબર હોવા છતાં પાણીનો નિકાલ નથી કરી શકતા.




જોકે, સ્કૂલ બસ અંડરપાસમાં ફસાઇ જતાં બાળકોને તેમાંથી રેસ્ક્યૂ કરીને અન્ય બસથી લઈ જવામાં આવી હતી. તેમજ ટ્રેક્ટરની મદદથી લોકો દ્વારા બસને અંડરપાસમાંથી બહાર કાઢવામાં આવી હતી. 




રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ અને લોધિકા તાલુકામાં રાત્રીના 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કોટડાંસાગાણી તાલુકામાં સાડા ત્રણ ઈંચ, જામકંડોરણામાં અઢી ઈંચ, ધોરાજીમાં બે અને રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કપાસના પાકના મૂળ સળી ગયા છે. પાણી લાગી જવાથી મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. કઠોળનો પાક પણ તૈયાર છે. પરંતુ  જો બે થી ત્રણ દિવસ આજ રીતે વરસાદ પડશે તો કઠોળના પાકમાં પણ નુક્શાન થશે. જો કે વરસાદી માહોલના કારણે રાજકોટના ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે.


 


જામજોધપુરમાં ભારે વરસાદ


જામનગરના જામજોધપુર પંથકમાં પણ રાત્રે વરસાદ નોંધાયો છે. જાજોધપુરના શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રામવાડી, તિરૂપતિ નગર, સુભાષ ચોક, આઝાદ ચોક,  બેરિસ્ટર ચોક સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોધાયો છે. ગીગણી, સીદસર, બાલવા, ધ્રાફા, વાલાસન, મોટીભરડ સહિત અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો છે.


કચ્છમાં વરસાદ









અમરેલી જિલ્લામાં વરસાદ


 


અમરેલી જિલ્લામાં પણ કડાકા સાથે વરસાદ નોંધાયો છે. અમરેલી, બાબરા, લાઠી, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. બાબરાના કરિયાણા, દરેડ, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં પણ વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ છે. તો વડિયા અને સાવરકુંડલામાં પંથકમાં પણ વરસાદ પડ્યો છે. વડિયા શહેરમાં વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ છે. તો સાવરકુંડલા શહેરના પણ કેટલા વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.