Botad Congress: ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આપ છોડીને સભ્યો ભાજપમાં સામેલ થઇ રહ્યા છે, ત્યારે આજે બોટાદમાંથી તાલુકા પ્રમુખે રાજીનામુ આપી દીધુ છે. આજે બોટાદા તાલુકા કોંગ્રેસ પ્રમુખક જગદીશ સવાણીએ હોદ્દા પરથી રાજીનામુ આપતો પત્ર રજૂ કર્યો હતો. 




મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. આજે બોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખે પોતાના હોદા પરથી રાજીનામુ આપ્યુ છે. જગદીશ સવાણી અગાઉ બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને એક પત્ર રજૂ કર્યો હતો, જગદીશ સવાણીએ પારિવારિક પ્રસંગને લઇને રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જગદીશ સવાણી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ કે, તેમને માત્ર હોદ્દા પરથી જ રાજીનામુ આપ્યુ છે, પક્ષમાંથી નહીં. જગદીશ સવાણીના રાજીનામા અંગે જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરને પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે, જગદીશ સવાણીની ટર્મ પુરી થઈ ગઈ છે અને નવા પ્રમુખ મુકવાના જ છે. નવા પ્રમુખના નામને લઈ જગદીશ સવાણી પણ સહમત જ છે, આને આ મામલે બે-ત્રણ દિવસમાં શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાાં આવશે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટેલિફોનિક વાતચીત દરમિયાન આ વાત સામે આવી હતી. 


 


લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વેલકમ પાર્ટી, આ બે પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો કર્યો ધારણ

લોકસભા પૂર્વે  બીજેપીમાં વેલકમ પાર્ટી ચાલી રહી છે. આજે AAPના  બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ કેસરિયો ધારણ કર્યો છે


ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે બીજેપીનું સંગઠન સતત મજબૂત થઇ રહ્યું છે. આપ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ધારાસભ્યો કેસરિયના કરી રહ્યાં છે.  આજે AAPના બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પક્ષનો સાથ છોડ્યો છે. આજે તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે.


વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ આપ પાર્ટીથી છેડો ફાડીને કેસરિયા કર્યાં છે. તેઓએ  વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કરતા જણાવ્યું હતું કે, “આ નિર્ણય મેં  મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને  આ નિર્ણય  કર્યો છે.


અરવિંદ લાડાણી પહેલા ભાજપના જ નેતા હતા. તઓને  ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન હતી આપી આથી તેઓ પક્ષથી નારાજ થયા હતા અ ભાજપને છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા.આજે ફરી તેઓ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા છે.


રવિવારે ખંભાતમાં યોજાશે ભાજપનો ભરતી મેળો 
શનિવાર બાદ રવિવારે પણ ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે. ખંભાતના  પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા પંચાયતના 1 સભ્ય, ખંભાત પાલિકાના 3 સભ્ય પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.  ખંભાત તાલુકા પંચાયતના 3 સભ્ય અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 2 લોકો ભાજપમાં જોડાશે. રવિવારે ખંભાતમાં 11 કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 1500 લોકોને ભાજપમાં જોડશે.


13 ડિસેમ્બરે ભાયાણીએ આપ્યું હતું રાજીનામું -
વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી આપ્યુ રાજીનામું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. હતું વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું હતું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.


તો બીજી તરફ રાજીનામું આપનાર ધારાસભ્યોને સ્થાયી પરામર્શ સમિતિમાથી હટાવાયા છે. ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલને સ્થાયી પરામર્શ સમિતિમાથી હટાવાયા છે. મંત્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી કમિટીમાં બંને ધારાસભ્યોનો સમાવેશ કરાયો હતો. દરેક મંત્રીની પરામર્શ સમિતિમાં 11 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે છે.  મંત્રી ઋષિકેશ પટેલની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે ભૂપેત ભાયાણીનો સમાવેશ કરાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં  ચિરાગ પટેલનો સમાવેશ કરાયો હતો. થોડા સમય પહેલા બંનેએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કમિટીમાંથી દૂર કરાયા છે.