Botad: બોટાદ જિલ્લામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે, જિલ્લાના ગઢડા શહેરના બોટાદ રોડ ઉપર આવેલ ખેતરમાં ગઇકાલે મોડી રાત્રે એક મોટી ચોરીની ઘટના ઘટી છે, અહીં તસ્કરોએ મકાનના પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં ઘરમાંથી મોટી મત લૂંટીને ફરાર થઇ ગયા હતા. 


ગઢડામાં ખેતરમાં રહેતા પરિવારના ઘરે ચોરી થઇ હતી, તે જ ઘરમાં ત્રણ દિવસ પહેલા જ ઘરમા ભાઇ-બહેનના લગ્ન થયા હતા, ગઇ રાત્રે ચોરી થઇ તે સમયે મકાન માલિક અને પરિવાર બહાર સુતો હતો અને તસ્કરો હાથ સાફ કરીને ફરાર થઇ ગયા હતા, માહિતી પ્રમાણે, ઘરમાથી તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત રોકડ એમ કુલ આશરે 7 લાખની ચોરી કરી થયા ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.


 


ગરમીનો પારો વધતાં 108ને મળતાં કોલમાં થયો વધારો









ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે ગઈકાલે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.