શોધખોળ કરો

'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલી ટિપ્પણી મુદ્દે ગુજરાત બ્રહ્મસમાજના કન્વીનર ડૉ. યજ્ઞેશ દવે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આક્રોશ વ્યકત કર્યો હતો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્વામિનારાયણ સંતે બ્રહ્મ સમાજને ભીખ માંગતો ગણાવી, વિવાદ સર્જાયો.
  • માંડવીના ધારાસભ્યે મંચ પરથી સંતની ટિપ્પણીનો સચોટ જવાબ આપ્યો.
  • બ્રહ્મ સમાજ દ્વારા સંતની માફીની માંગ સાથે આક્રોશ વ્યક્ત.
  • વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશને ટિપ્પણીને અપમાન ગણાવી માફી માંગી.

ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની બેફામ નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માગવાને લઇ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજના વખાણ પણ કર્યા તેમને કહ્યું કે શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે.

વાયરલ થયેલો વીડિયો કચ્છના માંડવીમાં શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે, આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય.” આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે આ કાર્યક્રમમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તથા બ્રહ્મસમાજના અગ્રણી અનિરૂદ્ધ દવે સહિતના 1400 બ્રાહ્મણની ઉપસ્થિતિ હતી. સૂર્યપ્રકાશ સ્વામીએ કરેલા આ બફાટનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા જ બ્રહ્મસમાજના સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બ્રહ્મસમાજના વિવિધ સંગઠનોએ હાલ તો વીડિયોના પગલે માફીની માગ કરી રહ્યાં છે.

Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર

જોકે, આ દરમિયાન માંડવીના ધારાસભ્ય અને બ્રહ્મસમાજ અગ્રણી અનિરૂદ્ધ દવેએ વિવાદાસ્પદ નિવેદનને લઈ તુરંત જ સ્ટેજ પરથી જ જવાબ આપ્યો હતો, તેમને પણ સ્ટેજ પરથી કહ્યું કે સ્વામીએ અહિયાંથી કહ્યું બ્રાહ્મણ ભીખ માંગે છે, પણ બ્રાહ્મણ કદી ભીખ ન માંગે. બ્રાહ્મણ દાન સ્વીકારે છે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે - દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો.” તેમણે આગળ ઉમેર્યું કે, “તમે પાંચ રૂપિયા આપો તો અમે કહીયે - ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવ. મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે. એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભીક્ષા નથી માંગતો.” અનિરુદ્ધ દવેના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર અનેક લોકોએ તાળીઓ પાડી સમર્થન વ્યક્ત કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલી ટિપ્પણી મુદ્દે ગુજરાત બ્રહ્મસમાજના કન્વીનર ડૉ. યજ્ઞેશ દવે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આક્રોશ વ્યકત કર્યો હતો. ડૉ. યજ્ઞેશ દવેએ પોસ્ટ કરી લખ્યું કે બ્રહ્મસમાજને ભીખ માંગતો કહેનારા ભૂલી ગયા કે સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા. સંતને ખબર નથી કે તે બ્રાહ્મણની સાથોસાથ તેમના ભગવાનને પણ ગાળો આપે છે. અંતમાં એ પણ સ્પષ્ટ કહ્યું કે બહુ બ્રહ્મસમાજને ટાર્ગેટ કર્યો આ વખતે આરને પાર. તો બ્રહ્મસમાજની ટિપ્પણી બાદ તુરંત જ મંચ પરથી જવાબ આપનારા ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો પણ યજ્ઞેશ દવેએ આભાર માન્યો.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે પણ સ્વામિનારાયણ સંતની ટિપ્પણીને બ્રહ્મ સમાજનું  અપમાન ગણાવી માફીની માગ કરી છે. 

Frequently Asked Questions

સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંતે બ્રહ્મ સમાજ પર ટિપ્પણી કરી?

કચ્છના માંડવીમાં આયોજિત કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ટિપ્પણી કરી હતી.

શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ વિશે શું કહ્યું?

તેમણે કહ્યું કે જો બ્રહ્મ સમાજ પેટ માટે ભીખ માંગતો હોય, તો પણ તે શ્રેષ્ઠ સમાજ છે અને તેમાં તેને નાનપ ન હોવી જોઈએ.

આ ટિપ્પણી બાદ બ્રહ્મ સમાજની પ્રતિક્રિયા શું હતી?

આ નિવેદન બાદ સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને વિવિધ સંગઠનોએ માફીની માગ કરી હતી.

ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ આ વિવાદાસ્પદ નિવેદન પર શું પ્રતિક્રિયા આપી?

અનિરૂદ્ધ દવેએ જણાવ્યું કે બ્રાહ્મણ કદી ભીખ નથી માંગતા, પરંતુ દાન સ્વીકારે છે અને યજ્ઞ જેવા છ કર્મોનો અધિકાર ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
અમરેલીના રાજુલામાં સિંહણે યુવકને ફાડી ખાધો, યુવકનું માથું ધડથી અલગ કર્યું
અમરેલીના રાજુલામાં સિંહણે યુવકને ફાડી ખાધો, યુવકનું માથું ધડથી અલગ કર્યું
Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના
મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના
ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત
ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત
અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?
અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?
બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ થશે! ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણ? 7 સાંસદો....
બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ થશે! ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણ? 7 સાંસદો....
16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો
16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
હવે ભારતમાં રહીને જ ખરીદો Apple-Amazon ના શેર! 4 મોટી બ્રોકરેજ એપ્સને મળી મંજૂરી
હવે ભારતમાં રહીને જ ખરીદો Apple-Amazon ના શેર! 4 મોટી બ્રોકરેજ એપ્સને મળી મંજૂરી
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
Embed widget