કચ્છના જખૌ વિસ્તારમાંથી ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે. BSF અને પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન વધુ 25 પેકેટ ચરસના મળી આવ્યા છે. અત્યાર સુધી સર્ચ દરમિયાન એક કિલોના 73 પેકેટ ડ્રગ્સના મળ્યા છે. આ અગાઉ મળેલા ચરસના બિનવારસુ પેકેટ કરતા અલગ પ્રકારના પેકેટ મળી આવ્યા છે. આ પેકેટ IMBL નજીકથી થોડા દિવસ પહેલા ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી ફેંકવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ તો અન્ય એજન્સી મારફતે વધુ તપાસ કરી જથ્થા અંગે વધુ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી રહ્યા છે. પાકિસ્તાન સાથે જોડાયેલો કચ્છનો દરિયાકાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. કેટલાક જથ્થાનો દરિયામાં જ નાશ કરાયો હોય કિનારા પરથી બિનવારસી પેકેટ મળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કચ્છના દરિયાકાંઠેથી અલગ અલગ સમયે ડ્રગ્સના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે.
બનાસડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય
એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લેતા બનાસડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. બનાસડેરીએ છેલ્લા 3 મહિનામાં ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. 3 મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે. બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ડેરી સાથે સંકળાયેલા 4 લાખ જેટલા પશુપાલકોને થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો હતો.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ અભિયાન શરૂ કરનાર ઈશા ફાઉન્ડેશનના આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે સેવ સોઈલનું ટેગ પહેરાવી આ જાહેરાત કરી હતી.
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક બનાસ ડેરીએ હવે દક્ષિણ ભારતમાં પણ તેની પહોંચ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ડેરીએ આંધ્રપ્રદેશમાં ચિલિંગ સેન્ટર શરૂ કર્યું છે અને તેની સાથે તે રાજ્યના 6 જિલ્લામાં પહોંચશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની આ વધુ એક મોટી સિદ્ધિ ગણાય છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી ત્યારથી ડેરીનો ઘણો વિકાસ થયો છે.